________________
ભાવમાં પણ ધ્વનિના અંતર્ભાવના નિષેધ [ ૪૩
ઉદ્યોત ૧-૧૩ ]
ભાવમાં પણ ધ્વનિના અંતર્ભાવને નિષેધ
ભાવ અલંકારની વ્યાખ્યા રુદ્રઢે આ પ્રમાણે આપેલી છે. અનુરાગ વગેરે જે વિશેષ પ્રકારની ચિત્તવૃત્તિને કારણે ઉત્પન્ન થયેલા વાઝ્યાપારાદિ વિકાર જ્યારે તે ચિત્તવૃત્તિને વ્યક્ત કરવામાં પૂરેપૂરા સફળ થાય છે, ત્યારે જે હેતુથી એ ચિત્તવૃત્તિ વિશેષરૂપ અભિપ્રાયને ખેાધ કરાવે છે, તે હેતુને ભાવઅલંકાર કહે છે. જેમ કે
“ આ મૂઢ પથિક, તું જોતા નથી કે હું એકલી છું, અબલા હું અને જુવાન છું; આ ધરનેા ધણી પરદેશ ગયેલે છે; બિચારી ધરડી સાસુ તેા આંધળી તે બહેરી છે; તું કેાને અહીં રહેવાની પ્રાર્થના કરે છે?”
રહેવાની જગ્યાની માગણી કરનાર કોઈ વટેમાર્ગુ પ્રત્યેની કાઈ પ્રેષિતપતિકાની આ ઉક્તિ છે. યથેચ્છ ઉપભાગની તક છે એવા વ્યંગ્યા એમાંથી સમજાય છે, અને તે શ્લેાકના એકેએક શબ્દને ઉપકારક નીવડે છે. એકલી છું એટલે બીજું કાઈ આવી પડવાના સભવ નથી, અબલા છેં એટલે મારાથી ડરવાની જરૂર નથી, પતિ પરદેશ ગયેલેા છે એટલે તે એકાએક આવી પહોંચે એમ નથી, બચારી સાસુ છે, પણ તે આંધળી અને બહેરી છે, એટલે કશું જોઈ સાંભળી શકે એમ નથી. આમ, અહી વાચ્યા જ પ્રધાન માનીએ તેા અહીં કાઈ અલંકાર જ ન રહે. આ વાત એક એક અલંકાર લઈને સમજાવાવતાં પાર ન આવે માટે આ ત્રણ શ્લાકમાં સામાન્ય સિદ્ધાંત કહી દીધા છે કે (૧) જ્યાં વ્યંગ્યા પ્રધાન ન હેાય, (૨) જ્યાં વ્યંગ્યાને આભાસમાત્ર હાય, (૩) જ્યાં બ્યગ્યા અને વાચ્યાનું પ્રાધાન્ય સરખું હોય, અને (૪) જયાં વ્યંગ્યની પ્રધાનતા સ્પષ્ટ ન હોય, ત્યાં ધ્વનિ ન કહેવાય. પણ જ્યાં શબ્દ અને અ વ્યંગ્ય પરક હોય, વ્યંગ્યા જ પ્રધાન હોય અને કાઈ પણ અલંકારના અનુપ્રવેશની સંભાવના ન હોય ત્યાં જ ધ્વનિનું ક્ષેત્ર મનાય છે.
લાંબી વિગતવાર ચર્ચાના ત્રણ શ્લેાકમાં સાર આપ્યા પછી તે કહે છે
સમારાપ ચાલુ
આથી, ધ્વનિના ખીજા કશામાં અંતર્ભાવ થતા નથી. ધ્વનિના મીજા કશામાં અતર્ભાવ થતા નથી, તેનું આ પણ એક કારણ છે, કે અંગી કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. વળી,