________________
હલોત -૧૭ ] વિશક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ [ ૩૧
અહીં જેને વૈભવ દાન આપી આપીને ખૂટી ગયો છે એવા પુરુષે પ્રસ્તુત છે, અને એમને સરાણ પર ઘસાયેલા મણિ વગેરે પાંચ વસ્તુઓ સાથે બધાને સામાન્ય એવા ક્ષીણતાથી શોભારૂપ ધર્મથી જોડવ્યા છે, તેથી દીપક અલંકાર છે. વળી, અહીં દાન આપીને ક્ષીણ થયેલા પુરુષો અને બીજી પાંચ વસ્તુઓ વચ્ચે ઉપમાન-ઉપમેયભાવ વ્યંગ્યાર્થથી સમજાય છે. તેમ છતાં, એ પ્રધાન ન હોવાથી અહીં ઉપમા અલંકાર છે એમ કહેવાતું નથી, પણ એક જ સામાન્ય ધર્મથી બધા પદાર્થો દીપિત થતા હોઈ દીપક અલંકાર કહેવાય છે.
અપહતુતિ અલંકારની વ્યાખ્યા ભામહે એવી આપી છે કે જ્યાં અભીષ્ટ વસ્તુને છુપાવવામાં આવી હોય અને જ્યાં કંઈક ઉપમા રહેલી હોય ત્યાં, અભીષ્ટ વસ્તુને છુપાવવામાં આવે છે એ કારણે, અપહતુતિ અલંકાર કહેવાય છે. દા. ત.,
આ કંઈ મદથી મુખર ભ્રમરોની હાર ગુંજતી નથી; એ તો કામદેવના ખેંચાતા ધનુષ્યને ધ્વનિ છે.”
આ લેકમાં ભ્રમરના ગુંજનનો ઇન્કાર કર્યો છે, અને એમાં ભ્રમરના ગુંજન અને કામદેવના ધનુષ્યના ધ્વનિ વચ્ચે ઉપમાન-ઉપમેયભાવ ગર્ભિત રહેલું છે, તેમ છતાં, ગુંજનના ઈન્કારમાં જ ચાતા હેઈ, તેનું જ પ્રાધાન્ય છે, અને તેથી અહીં ઉપમા વ્યંગ્ય હોવા છતાં, એને ઉપમા ન કહેતાં અપહતુતિ જ કહે છે. આમ, જેનું પ્રાધાન્ય હોય તેના ઉપરથી નામ અપાય છે. એ જ રીતે સમાસક્તિ અને આક્ષેપમાં વ્યંગ્યાર્થ હોય છે, પણ તે પ્રધાન નથી હતો એટલે એને ધ્વનિ નથી કહેતા. વ્યંગ્યાર્થ પ્રધાન હોય તે જ વનિ કહેવાય.
આમ, અત્યાર સુધીમાં એટલું સાબિત કર્યું કે વનિને સમાવેશ સમાસક્તિ કે આક્ષેપમાં ન થઈ શકે. હવે વિશેષોક્તિમાં વનિને સમાવેશ ન થઈ શકે એ બતાવે છે. વિશેષાક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ
મોટા ભાગના આલંકારિકએ વિશેષક્તિની વ્યાખ્યા એવી આપી છે કે કારણો મોજૂદ હોવા છતાં જ્યાં કાર્ય ન થાય ત્યાં વિશેષતિ માનવી. એના ત્રણ પ્રકાર કહેલા છેઃ ૧. અચિંત્યનિમિત્તા, ૨. ઉક્તનિમિત્તા, અને ૩. અનુક્તનિમિત્તા.