________________
૩૨ ] વિશક્તિમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ વન્યાલક •
કારણ મોજુદ હોવા છતાં કાર્ય થતું નથી એવું નિરૂપણ હોય ત્યારે કારણ વ્યંજનાથી સમજવાનું હોય છે. પણ કેટલીક વાર એ કારણ એટલું ગૂઢ હોય છે કે આપણી કલ્પનામાં આવી શકતું નથી. એવું જ્યારે બને ત્યારે અચિંત્યનિમિત્તા વિશેષોક્તિ કહેવાય. દા. ત.,
જીતે છે ત્રણ લોકોને એક કુસુમાયુધ;
હર્યું જેનું તનુ તોયે, હર્યું ના બળ શંભુએ. [ કામદેવ એ જ ત્રણે લોકને જીતી લે છે, જેનું શરીર શંભુએ હરી લીધું પણ બળ ન હર્યું".]
શંકરે એનું બળ કેમ ન હર્યું એ આપણે ક૯પી શકતા નથી, એટલે આ અચિંત્યનિમિત્તા વિશેષેતિ થઈ એમાં કારણ ક૯પી શકાતું નથી એટલે વ્યંગ્યાર્થને અવકાશ જ નથી. આમ, વનિના સંબંધમાં એનો વિચાર કરવાનો રહેતો નથી.
ઉક્તનિમિત્તામાં કારણ કહી દીધું હોય છે, એટલે ત્યાં પણ વ્યંગ્ય સંભવતું નથી. દા. ત.,
કર્ખર શો બળે તોયે શક્તિમાન જે જનેજને
અવાર્યવીર્ય એવા એ નમું કુસુમચાપને. [ કપૂરની પેઠે બળી જવા છતાં જે પ્રત્યેક માણસમાં પોતાનું જોર જણાવે છે, તે અવાર્યવીર્ય એટલે કે ખાળી ન શકાય એવા બળવાળા કામદેવને નમસ્કાર હો.]
અહીં કામદેવ કપૂરની જેમ બળી ગયો છે, એટલે જેમ કપૂરનું કશું બાકી રહેતું નથી તેમ કામદેવનો દેહ પણ રહ્યો નથી, છતાં તે પ્રત્યેક માણસમાં પોતાનું જોર જણાવે છે, કારણ, તે અવાર્યવીર્ય છે, તેનું બળ ખાળી ન શકાય એવું છે. આમ, અહીં એના બળને નાશ કેમ ન થયે એનું કારણ બતાવી જ દીધેલું છે કે એ બળ અવાર્ય, ખાળી ન શકાય એવું છે. એટલે, અહીં પણ, વ્યંજનાને અવકાશ જ નથી અને માટે વનિના. સંબંધમાં એને વિચાર કરવાનો રહેતો નથી.
હવે રહી અનુક્તનિમિત્તા વિશેષક્તિ. એમાં કારણ કહેલું હોતું નથી, એટલે એમાં વ્યંગ્યાર્થીની જરૂર પડે છે. માટે ગ્રંથકારે અનુક્તનિમિત્તા વિશક્તિને જ ઉલ્લેખ કરીને કહ્યું છે કે –