________________
૩૦ ] પ્રાધાન્યનું નિર્ણાયક ચારુત્વ
[ ધવન્યાલોક અહીં “અનુરાગવતી સંધ્યા” વગેરેમાં પણ વ્યંગ્યાથને બોધ થાય છે, તેમ છતાં, વાસ્થની ચાતા જ અધિક છે, એટલે પ્રાધાન્ય તેનું જ વિવક્ષિત છે (તેથી એ વનિ ન કહેવાય. એ કલેકના અલંકારને આક્ષેપ કહે કે સમાસક્તિ કહે એ મહત્ત્વનું નથી).
અહીં પ્રતિપક્ષી એવી દલીલ કરે કે જે સમાસક્તિમાં અને આક્ષેપમાં વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય જ છે, તો એને ધ્વનિ કહેવામાં શો વાંધે છે ? એના જવાબમાં હવે કહે છે કે –
જેમ દીપક અને અપસ્કૃતિ અલંકારમાં વ્યંગ્યરૂપે ઉપમાની પ્રતીતિ થાય છે, તેમ છતાં, (તેમાં ચારુત્વને અભાવ હેવાથી અને એમ) તેનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી, તે ઉપમા નામે ઓળખાતા નથી, તેવું જ અહીં પણ સમજવું.
અર્થાત , દીપક અને અપહતુતિ અલંકારમાં ઉપમા વ્યંગ્ય હોય છે, તેમ છતાં, ચાતાની દષ્ટિએ જોતાં તેનું પ્રાધાન્ય નથી હોતું, એટલે એ અલંકારો ઉપમા નામે ઓળખાતા નથી. નામ તો જેનું પ્રાધાન્ય હોય તેને આધારે જ અપાય છે. તેમ અહીં એટલે કે સમાસક્તિ અને આક્ષેપ અલંકારમાં પણ વ્યંગ્યાર્થ હોય છે એ ખરું, પણ તે વાચાર્યને શોભાવવા આવે છે, એટલે પ્રાધાન્ય વાચાર્યનું હોય છે અને વ્યંગ્યાર્થ ગૌણ હોય છે, તેથી એ અલંકારોને ધ્વનિ ન કહી શકાય. વનિ તો જ્યાં વ્યંગ્યર્થ પ્રધાન હેય ત્યાં જ કહેવાય.
આપણે એ બંને અલંકારોનું સ્વરૂપ સમજી લઈએ. દીપકની વ્યાખ્યા એવી છે કે જ્યારે પ્રસ્તુત અને અપ્રસ્તુતને એક ધર્મથી જોડવામાં આવે ત્યારે દીપક કહેવાય. જેમ કે ––
“સરાણુ પર ઘસાયેલો મણિ. અાથી ઘવાયેલ યુદ્ધવિજયી યુદ્ધો, જેની એક કલા જ બાકી રહી છે એવો ચંદ્ર, સુરતમાં મસળાયેલી બાલવનિતા, મદ ઝરી જવાથી ક્ષીણ થઈ ગયેલો હાથી, શરદ ઋતુમાં સાંકડી થઈ ગયેલી નદી અને યાચકોને દાન આપીને જેને વૈભવ ખૂટી ગયો છે એવા માણસો પોતાની ક્ષીણતાથી શોભે છે.”
જવાથી શુ થઈ ગયેલી