________________
[ ધ્વન્યાલક
૪] પર્યાયતમાં પણ નિના સમાવેશન નિષેધ પર્યાયે।ક્ત અલંકાર કહેવાય. ઉદ્ભટ, દંડી, મમ્મટ અને વિશ્વનાથની વ્યાખ્યા પશુ લગભગ આને મળતી જ છે અને તેના સાર એ નીકળે છે કે. જ્યારે જે કહેવું હોય તેનું કથન અભિધાથી ભિન્ન (વ્યંજના) વ્યાપાર દ્વારા કરવામાં આવે ત્યારે પર્યાયેાક્ત અલંકાર કહેવાય. જેમ કે –
શત્રુઓને ઉચ્છેદ કરવાની જેની દૃઢ ઇચ્છા હતી અને જે ઉન્માર્ગે એટલે કે ઉચિત માર્ગ છેાડીને ચાલી રહ્યા હતા, એવા મુનિ પરશુરામને મારા ધનુષે ધના ઉપદેશ આપી દીધા.’
r
આ ભીષ્મની ઉક્તિ છે. એક તેા કાઇ મુનિ દુશ્મનાવટ રાખે એ જ અનુચિત છે, તેમાં વળી શત્રુના ઉચ્છેદ કરવાના વિચાર કરવા એ વધુ અનુચિત છે, તેના દૃઢ આગ્રહ સેવવા એ વળી એથી પણ વધુ અનુચિત છે; એટલે શત્રુના ઉચ્છેદની દૃઢ ઈચ્છા રાખનાર અને માટે જ ધર્મના માર્ગ ચૂકીને ચાલનાર મુનિ પરશુરામને ભીષ્મના ધનુષે ધને! પાઠ શિખવાડયો. અર્થાત્, ભીષ્મની શક્તિ પરશુરામની શક્તિ કરતાં વધારે છે, ભીષ્મે પરશુરામને હરાવ્યા એવા અહી વ્યંગ્યા છે. એ અહીં · પરશુરામને ધર્મને પાઠ શિખવાડવો' એમ કહીને કહેલા છે. એટલે અહીં પર્યાયેાક્ત અલ કાર તેા થયા. પણ એ વ્યંગ્યા અહીં ધર્મને! પાઠ શિખવાડયો ' એ વાચ્યાની શેાભા વધારવા જ આવેલા છે, ગૌણ છે, તેથી ધ્વનિ ન કહેવાય. પણ ‘ કા બાવાજી નિરાંતે ’ જેવા દાખલામાં જ્યાં વ્યંગ્યા પ્રધાન હૈાય ત્યાં તેને સમાવેશ ભલે ધ્વનિમાં કરેા. પણ પર્યાયેાક્તનું જે ઉદાહરણ ભામહે આપ્યું. છે તેમાં તે। વ્યંગ્યા પ્રધાન નથી. એ ઉદાહરણ આ પ્રમાણે છે :
.
“ જે અન્ન વેદાભ્યાસી બ્રાહ્મણાએ ન લીધુ હાય તે અમે ઘરમાં કે મામાં ( પ્રવાસમાં ) ખાતા નથી.”
કૃષ્ણ શિશુપાલને ધરે ગયા હતા અને શિશુપાલે એમને માટે ભાજન તૈયાર કરાવ્યું હતું, પણ કૃષ્ણને શત્રુને ત્યાં ભાજન કરવામાં વિષની શંકા આવી, એટલે તેમણે આ પ્રમાણે જવાબ આપ્યા કે અમે બ્રાહ્મણાને ભેાજન કરાવ્યા વગર ધરે કે બહાર ભાજન કરતા નથી. આમાં વ્યંગ્યા વિષ ખાવાનું ાળવાના છે, પણ એમાં કાઈ ચારુતા નથી, એટલે એ પ્રધાન નથી. એથી ઊલટુ, ‘ અમે બ્રાહ્મણ્ણાને ભાજન કરાવ્યા વગર ભાજન કરતા નથી' એ વાચ્યામાં વધારે ચારુતા છે. આમ, વ્યંગ્યા ગૌણુ હાઈ એના ધ્વનિમાં સમાવેશ ન થઈ શકે. પણ કોઈ પર્યાયેાક્તના દાખલામાં ખરેખર વ્યંગ્યા