________________
ઉદ્યોત ૧-૧૩ ]
પ્રાધાન્યનું નિર્ણાયક ચાવ [ ૨૯. [ પાંડુ પાધર પર આદ્ર એટલે ભીના, તરતના જ થયેલા નખક્ષતો. જેવા ઇન્દ્રધનુને ધારણ કરનારી અને કલંકવાળા (નાયિકાના ઉપભોગને કારણે કલંકિત ) ચંદ્રને પ્રસન્ન એટલે ઉજજવળ (અને નાયકપક્ષે આનંદિત) કરનારી શરદ ઋતુએ (નાયિકાએ) રવિ(રૂપ બીજા નાયક)ને તાપ (સંતાપ) વધારી મૂક્યો. ]
આમાં સૂર્યને ઈર્ષ્યાકલુષિત નાયકની ઉપમા વ્યંગ્ય છે, શબ્દથી કહેલી નથી, એટલે વામનને મને એ આક્ષેપાલંકારને દાખલો છે. તેમ છતાં, એમાં પણ એ વ્યંગ્યાર્થ વાયાર્થનું જ સૌદર્ય વધારતો હોઈ એને ધ્વનિ ન કહી શકાય.
બીજા કેટલાક એ વ્યાખ્યાને અર્થ એવો કરે છે કે ઉપમાનને આક્ષેપ એટલે કે નિરર્થકતા કહેવી તે આક્ષેપ અલંકાર, અને તેનું આ ઉદાહરણું. આપે છે:
तस्यास्तन्मुखमस्ति सौम्यसुभग किं पार्वणेनेन्दुना, सौंदर्यस्य पदं दृशौ यदि च, तैः किं नाम नीलोत्पलैः । किं वा कोमलकांतिभिः किसलयैः, सत्येव तत्राधरे,
हा धातुः पुनरुक्तवस्तुरचनारभ्भेष्वपूर्वो ग्रहः ।। [તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર ? સૌદર્યના ધામરૂપ તેની બે આંખો હોવા છતાં પેલાં નીલેમ્પની શી જરૂર? તેને અધર હોવા છતાં કમલ કાંતિમય કિસલયની શી જરૂર ? ભારે ખેદ અને આશ્ચર્યની વાત છે કે બ્રહ્માને એની એ વસ્તુઓની રચના કરવાનું ઘેલું લાગ્યું છે ! ]
અહીં “તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર?” એમ કહેવામાં એ મુખની પૂર્ણિમાના ચંદ્ર સાથે સરખામણી વ્યંગ્ય છે, અને એ રીતે વ્યંગ્ય થતા ઉપમાનની જરૂર નથી એવું અહીં કહ્યું છે, એટલે એ આક્ષેપાલંકારને દાખલ થયો. પણ “ચંદ્રની શી જરૂર છે?' એ શબ્દમાં મુકાયેલે આક્ષેપ જ, મુખ ચંદ્ર જેવું છે એ ઉપમા કરતાં વધુ સુંદર છે, એટલે અહીં વ્યંગ્યાર્થી વાચ્યાર્થની શોભા વધારે છે.. અને વાચાર્ય જ પ્રધાન છે, માટે એને વનિ ન કહેવાય. ધ્વનિ તો જ્યાં . બંગાથે પ્રધાન હેય ત્યાં જ કહેવાય. એથી વૃત્તિમાં કહ્યું છે કે –