________________
૨૮] પ્રાધાન્યનું નિર્ણાયક ચારત્વ
[ ધ્વન્યાલોક પ્રાધાન્યનું નિર્ણાયક ચારુત્વ
વાચ અને વ્યંગ્યમાંથી કોને પ્રધાન ગણવું, એને નિર્ણય ચારુત્વના ઉત્કર્ષને આધારે કરવામાં આવે છે, એટલે કે વાય અને વ્યંગ્યમાંથી જેનું ચારિત્વ વિશેષ હોય તે પ્રધાન ગણાય છે.
અહીં કદાચ કોઈ એવી દલીલ કરે કે તમે એમ કહે છે કે તે કાવ્યને જ ધ્વનિ કહી શકાય, જેમાં વ્યંગ્યાથે હેય, એટલું જ નહિ તે પ્રધાન પણ હોય; અને પ્રાધાન્યને નિર્ણય ચારુત્વને આધારે કરવામાં આવે છે. તો પછી એનો અર્થ એ થયો કે ચારુત્વપ્રતીતિ એ જ કાવ્યને આત્મા છે. એના જવાબમાં ભેચનકાર કહે છે કે અમને એ સ્વીકાર્ય જ છે. વિવાદ નામ પૂરતો છે. મતલબ કે વિવાદ છે તે એટલા પૂરતો છે કે એને
ધ્વનિ નામ આપવું કે કોઈ બીજું નામ આપવું. ચાવપ્રતીતિ કાવ્યને આત્મા છે, એ વિશે મતભેદ છે જ નહિ. હવે આક્ષેપ અલંકારનો દાખલો આપે છે. જેમ કે–
અનુરાગવતી સંધ્યા, સામેથી દિન આવતે,
અહે દૈવગતિ કેવી, તથાપિ ન સમાગમ. આક્ષેપ અલંકારના ઉદાહણ તરીકે આ શ્લોક ઉતાર્યો છે, પણ ખરું જતાં, વામન સિવાયના આલંકારિકે એને આક્ષેપ તરીકે સ્વીકારતા નથી. ખરું જોતાં, એ દાખલો પહેલાં કહેલા સમાસક્તિ અલંકારનો છે. કારણ, એમાં પણ લેષયુક્ત વિશેષ “અનુરાગવતી’ અને સંખ્યા અને ચંદ્રનાં લિંગ દ્વારા એ બંનેમાં નાયક-નાયિકાના વ્યવહારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વામનની આક્ષેપ અલંકારની વ્યાખ્યા ૩૧માનાક્ષેપઃા નો અર્થ કેટલાક એવો કરે છે કે જ્યાં ઉપમાન શબ્દથી કહેવાયું ન હોય ત્યાં આક્ષેપાલંકાર, અને તેનું ઉદાહરણ આ પ્રમાણે આપે છેઃ ऐन्द्रं धनुः पांडुपयोधरेण,
પાર પાનાનક્ષતામનું ! प्रसादयंती सकलकमिन्दु,
तापं रवेरभ्यधिकं चकार ।