________________
ઉદ્યોત ૧-૧૩ ] આક્ષેપમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ૨૭ લીધે તેનું તિમિરરૂપી વસ્ત્ર આખેઆખું તેની સામે જ સરી પડ્યું, તે તેના ધ્યાનમાં પણ ન આવ્યું.]
આ શ્લોકમાં સંસ્થાનું વર્ણન છે. પણ એમાં લેષયુક્ત વિશેષણે વગેરે દ્વારા ચંદ્ર અને સંધ્યામાં નાયક-નાયિકાના વ્યવહારનું આપણું થયું છે. સમાસક્તિ અલંકારની વ્યાખ્યા એવી છે કે “સમાન કાર્ય, લિંગ અથવા વિશેષણ દ્વારા પ્રસ્તુત વર્ણનીય પદાર્થમાં અપ્રસ્તુત પદાર્થના વ્યવહારનું આરોપણ કરવામાં આવે ત્યારે સમાસક્તિ અલંકાર થાય.” (સાહિત્યદર્પણ) અહીં સંધ્યાનું વર્ણન કરવાનું હોઈ ચંદ્ર અને સંધ્યા જ પ્રસ્તુત છે, પણ શ્લેષયુક્ત વિશેષણ વગેરે દ્વારા એ બંને ઉપર નાયક-- નાયિકાના વ્યવહારનો આરોપ કરવામાં આવ્યો છે. એટલે અહી સમાસોક્તિ અલંકાર છે. પણ એ નાયક-નાયિકાને વ્યવહાર ચંદ્રસંધ્યાના અર્થનું જ સૌંદર્ય વધારે છે, એટલે અલંકારરૂપ છે; એ પોતે પ્રધાન નથી, એટલે એને ધ્વનિ ન કહી શકાય. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
વગેરેમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થીને અનુસરે છે, અને વાચ્યાર્થ જ પ્રધાનભાવે પ્રતીત થાય છે, કારણ, અહીં વાયાર્થ ચંદ્ર-સંધ્યા છે, અને તેના ઉપર નાયક-નાયિકાના વ્યવહારને આરોપ કરેલ છે, તે ગૌણ છે. (એટલે એમાં ધ્વનિનો સમાવેશ. ન થઈ શકે.) આક્ષેપમાં દવનિના અંતર્ભાવને નિષેધ
એ પછી આક્ષેપ અલંકાર વિશે કહે છે કે –
આક્ષેપમાં પણ જોકે વાચ્યાર્થથી ભંગ્ય-વિશેષને આક્ષેપ થાય છે, એટલે કે વાચ્યાર્થમાંથી અમુક વ્યંગ્યાર્થ સમજાય છે, તેમ છતાં ચારુત્વ તે વાચ્યાર્થમાં જ હોય છે, કારણ વાચ્યાર્થીને બેધ ખાસ કરીને આક્ષેપક્તિને જેરે જ થતો. હોય છે. કેમ કે આક્ષેપાલંકારમાં વિશેષને બોધ કરાવવાની ઈચ્છાથી શબ્દમાં રજૂ થયેલ નિષેધરૂપ જે આક્ષેપ હોય છે, તે વ્યંગ્યવિશેષને બંધ કરાવતો છતે, મુખ્ય કાવ્યશરીર હોય છે, એટલે કે તે જ પ્રધાન હોય છે.