________________
૨૪ ] ધ્વનિની વ્યાખ્યા
[ બન્યાલક અહીં વ્યંગ્યાર્થના પ્રાધાન્યને બે દૃષ્ટિએ વિચાર કર્યો છે. કવિની અને ભાવકની. કવિ અવગમન કરાવવા માગે છે વ્યંગ્યાર્થનું, તેમ છતાં, એણે પહેલાં તો વાર્થ માટે જ મથવું પડે છે, કારણ, વ્યંગ્યાર્થીનો બોધ વાચ્યાર્થ મારફતે જ કરાવી શકાય છે. એ જ રીતે, ભાવકે પણ પહેલાં વાયર્થ સમજવો પડે છે, કારણું, વાચ્યાર્થ મારફતે જ વ્યંગ્યાર્થીને પામી શકાય છે. આમ, કવિ અને ભાવક બંનેની દૃષ્ટિએ પ્રાધાન્ય તો વ્યંગ્યાર્થનું જ છે, માત્ર તેના ઉપાય તરીકે બંનેએ પહેલાં વાચ્યાર્થ માટે પ્રયત્ન કરવો પડે છે.૧૦
હવે, વાચ્યાર્થીની પ્રતીતિ પછી જ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે, તેમ છતાં, વ્યંગ્યાર્થના પ્રાધાન્યને આંચ આવતી નથી, એમ બતાવે છે –
જેમ પદાર્થ ( એટલે કે શબ્દનો અર્થ ) પિતાના સામર્થ્યથી વાકષાર્થનું પ્રતિપાદન કરે છે, તેમ છતાં, વાક્યર્થની પ્રતીતિમાં તેનું અલગ ભાન રહેતું નથી.
તે જ રીતે, વાચ્યાર્થવિમુખ સહદની તત્વાર્થદશિની બુદ્ધિને પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે.
અહીં સહદોને વાગ્યાર્થવિમુખ કહ્યા છે, તેને અર્થ એ છે કે તેઓ કેવળ વાચાર્યથી સંતોષ પામતા નથી, તેઓ વ્યંગ્યાર્થ પામવા ઉત્સુક હોય છે, એટલે વાચાર્થમાં રોકાયા વગર એકદમ વ્યંગ્યાર્થ સુધી પહોંચી જાય છે. ૧૨. ધ્વનિની વ્યાખ્યા
આમ, વાચ્યાર્થથી અલગ એવા પ્રતીયમાન અર્થનું અસ્તિત્વ અને પ્રાધાન્ય સાબિત કર્યા પછી પ્રસ્તુત પ્રસંગે એટલે કે ધ્વનિની વ્યાખ્યા કરવામાં તેને ઉપયોગ કરી કહે છે–
૧૩ જેમાં અર્થ પિતાને અથવા શબ્દ પિતાના અર્થને ગૌણ બનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાને ધ્વનિ કહે છે.