________________
૨૨ ] વ્યંગ્યનું જ પ્રાધાન્ય
[ વન્યાલક વ્યંગ્ય (અર્થ) અને વ્યંજક (શબ્દ)ને સારી રીતે ઉપયોગ કરવાથી જ મહાકવિ મહાકવિપદને પામે છે, કેવળ વાયવાચકની રચનાથી પામતો નથી.
આ કારિકામાં અને એની વૃત્તિમાં બરાબર ઓળખી લેવા જોઈએ.” એમ કહેવા માટે “પ્રમશેયૌ” એવો શબ્દ વાપરે છે. એ પ્રત્યભિજ્ઞાને સમજાવવા માટે લોચનકાર પોતાના ગુરુ ઉત્પલદેવનો એક શ્લોક ઉતારે છે :
तैस्तैरप्युपयाचितैरुपनतस्तन्व्याः स्थितोऽप्यन्तिके कान्तो लोकसमान एवमपरिज्ञातो न रन्तु यथा । लोकस्यैव तथानवेक्षितगुणः स्वात्मापि विश्वेश्वरो
नैवालं निजवैभवाय तदियं तत्प्रत्यभिज्ञोदिता ॥ [જે પ્રિયતમને મેળવવા માટે અનેક પ્રકારે પ્રાર્થના કરી હતી, તે આવ્યો છે, પાસે બેઠે છે, પણ નાયિકાને ખબર નથી કે આ તે જ પ્રિયતમ છે, જેને બેલાવવા માટે મેં આટઆટલા પ્રયત્નો કર્યા હતા, એટલે તે એને સામાન્ય માણસ જ સમજે છે અને તેની સાથે રમણ કરતી નથી. તે જ રીતે, વિશ્વેશ્વર, લોકોને આત્મા હોવા છતાં, તે રૂપે તેના ગુણોને
જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી તેને વૈભવ અનુભવી શકાતો નથી, માટે તેનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ] | શબ્દોમાં અમુક વિશિષ્ટ અર્થનું સૂચન કરવાની શક્તિ રહેલી હોય છે, અને આપણને તેની જાણ પણ હોય છે, પણ એ તરફ આપણું ખાસ. ધ્યાન ગયું નથી હોતું. એવા શબ્દો શોધી કાઢવા અને તેનો પરિચય કેળવવો એ જ મહાકવિનું કામ છે. કવિની આગળ તેના અંતરના ભાવ વ્યક્ત કરવા માટે એવા શબ્દ આપોઆપ આવે છે, પણ જ્યાં સુધી તે એને એ રીતે બરાબર પિછાનતો નથી, ત્યાં સુધી તેને કાવ્યાનંદ પ્રાપ્ત થતો નથી.
અહીં સુધી વ્યંગ્ય અર્થ, તેને બોધ કરાવનાર વ્યંજક શબ્દ અને જે વ્યાપારથી એ બોધ થાય છે તે વ્યંજનાવ્યાપાર, એ ત્રણનું કાવ્યમાં પ્રાધાન્ય છે એમ બતાવ્યું. ૮.
એની સામે કોઈ વિરોધી એમ કહી શકે કે તમે વ્યંગ્ય—વ્યંજકનું પ્રાધાન્ય છે, એમ કહે છે, પણ વ્યંગ્યાર્થીની પ્રાપ્તિ તે વાયાર્થ મારફતે