________________
૨૦] પ્રતીયમાન અર્થ જ કાવ્યના આત્મા
[ ધ્વન્યાલાક ·
આત્મા છે, એમ કહેવાનેા અવકાશ જ ન રહે. એવે લૌકિક શાક કાંઈ રસ ન કહેવાય. ઉપરાંત, જે પેાતે સતપ્ત હોય તે બ્લેક રચવાની સ્થિતિમાં જ ન હાય. અહીં જે શાક છે તે કરુણ રસના સ્થાયી ભાવરૂપ શાક છે, લૌકિક ભાવરૂપ શાક નથી,
અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે પહેલાં તમે ધ્વનિને કાવ્યને। આત્મા કહ્યો છે અને તેના ત્રણ પ્રકાર ગણાવ્યા છે : વતુ, અલંકાર અને રસાદિ. અને હવે એમ કહેા છે કે આ રસાદિ ધ્વનિ જ કાવ્યને! આત્મા છે, એ કેવું ? એના જવાબમાં કહે છે કે ધ્વનિ ત્રણ પ્રકારના હોય છે, એ સાચુ છે, પણ એમાં રસાદિ ધ્વનિ જ મુખ્ય છે અને વસ્તુ અને અલંકાર પણ આખરે. તે રસમાં જ પરિણમે છે, અને રસાદિ જ મુખ્ય હાઈ ત્રણે પ્રકારના ધ્વનિતા એ રસાદિમાં સમાવેશ થઈ જાય છે. ૫.
ધ્વનિ કાવ્યના આત્મા છે એને અતિહાસિક દાખલે આપ્યા પછી હવે કહે છે કે એ સ્વસ વૈદનસિદ્ધ પણ છે, એટલે કે આપણે પાતે એને અનુભવ કરી શકીએ છીએ.
એ સ્વાદુ વસ્તુતત્ત્વ (એટલે કે વસ્તુ, અલંકાર અને રસરૂપ વ્યંગ્યાના સાર) જેમાંથી ઝરે છે, એવી મહાકવિઓની સરસ્વતી કહેતાં વાણી તેમના અલેાકસામાન્ય પ્રતિભાવિશેષને ઉજજવળરૂપે અભિવ્યક્ત કરે છે.
એટલા માટે જ પરંપરાથી સ્વીકૃત કવિએ આ સ`સારમાં અનેક અને જાતજાતના હોવા છતાં કાલિદાસ વગેરે બેત્રણ કે પાંચછ જ મહાકવિએ ગણાય છે.
અહીં અભિવ્યક્ત કરે છે'નેા અર્થ લેાચનકાર એવા કરે છે કે ભાવકને એ પ્રતિભાનું અનુમાન નથી કરવું પડતું, પણ એ તેના હૃદયને રસાવેશથી ભરી દે છે અને તે તેને આસ્વાદ લઈ શકે છે, એટલે તેને પ્રતિભાને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આમ, મહાકવિની પ્રતિભાને જોરે ભાવક પે।તે કાવ્યના આત્મારૂપ રસધ્વનિના પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે, એટલે બીજા પુરાવાની જરૂર રહેતી નથી. ૬.
'