________________
ઉદ્યોત -૫ ]
પ્રતીય માન અર્થ જ કાવ્યને આત્મા [ ૧૯ પ્રતીયમાન અર્થ જ કાવ્યને આત્મા
ચોથી કારિકામાં પ્રતીય માન અર્થ વાચાર્યથી જુદી જ વસ્તુ છે એવો પરિચય આપ્યા પછી તેના વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ત્રણ પ્રકાર બતાવ્યા અને એમ પણ કહ્યું કે પહેલા બે કોઈ વાર સ્વશદવા... બને છે, પણ રસાદિ કદી નવશબ્દવાઓ બનતો નથી. અને હવે કહે છે –
એ પ્રતીયમાન અર્થ (રસ) જ કાવ્યનો આત્મા છે. એનું પ્રમાણ એ છે કે પ્રાચીન કાળમાં કૌંચમિથુનના વિગમાંથી જન્મેલે શેક આદિ કવિના શ્લોકત્વને પામ્યો હતો. અને પછી વૃત્તિમાં કહે છે કે
વિવિધ શબ્દ અર્થ અને રચનાના પ્રપંચને લીધે સુંદર એવા કાવ્યને એ જ સારભૂત એટલે કે પ્રાણ છે, અને તેથી જ સહચરી હણતાં તેના વિયોગથી કાતર થયેલા કૌંચના આકંદથી જન્મેલો શેક જ આદિકવિ વલમીકિના કલેકરૂપે પરિણમ્યો. બેશક, એ શેક કરુણ રસને સ્થાયી ભાવ છે. પ્રતીયમાનના (વસ્તુમાત્ર, અલંકાર, વગેરે) બીજા ભેદ જોવામાં આવે છે, તેમ છતાં, તે બધા, રસભાવ વગેરેનું પ્રાધાન્ય હોવાથી, રસાદિ નામે જ ઓળખાય છે.
આ ભાગ સમજાવતાં લોચનકાર કહે છે કે “તે જ અર્થ' એટલે પ્રતીયમાન રસરૂ૫ અર્થ એ જ કાવ્યને આત્મા છે. વસ્તુમાત્ર અને અલંકારરૂપ પણ પ્રતીયમાન અર્થ હોય છે, પણ તે બંને પણ આખરે તો રસમાં જ પરિણમે છે. એટલે સાધારણભાવે એમ કહ્યું છે કે કાવ્યનો આત્મા વનિ છે. અને એનું અતિહાસિક ઉદાહરણ વાલ્મીકિના શ્લેકનું આપ્યું છે, કે ત્યાં કૌંચધન્ડના વિયોગથી જન્મેલે શેક આદિકવિના શ્લોકરૂપે પ્રગટ થયો હતો. અહીં કારિકાને અન્વય આ પ્રમાણે કરવાનું છેઃ પુરા કૌદવિયોનો ત્ય: શો: મરવેઃ કોવાયમાતઃ આદિ કવિને શેક શ્લેકત્વને પામે એવો અન્વય લેવાનું નથી. જો એમ ન કરીએ તો તો કૌંચના દુઃખથી મુનિ પણ દુઃખી થયા એમ માનવું પડે, અને તો પછી રસ કાવ્યને