________________
ઉદ્યોત ૧-૪ ]
રસ ધ્વનિની વચ્ચેથી ભિન્નતા [ ૧૭ રસવનિની વાથી ભિન્નતા
ત્રીજે જે રસાદિ ભેદ છે, તે તે વાયસામર્થ્યથી વ્યંજિત થઈને જ પ્રગટ થાય છે, તે સાક્ષાત્ શબ્દવ્યાપારનો વિષય બનતો નથી, એટલે કે એક વસ્તુ અને અલંકાર વિનિની પેઠે શબ્દવાચ્ય હતો જ નથી, એટલે એ વાથી જુદે જ હોય છે. કારણ કે એ જે વાચ્ય હોય તે કાં તે એને સ્વશદથી એટલે કે નામ દઈને ઉલેખ થયે હોય, અથવા વિભાવાદિના પ્રતિપાદન દ્વારા એની પ્રતીતિ કરાવી હોય. જે પહેલો પક્ષ સ્વીકારીએ તો જ્યાં ૨સાદિનું નામ ન લીધું હોય ત્યાં રસાદિની પ્રતીતિ થવી ન જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે રસાદિ હંમેશાં સ્વશબ્દથી કહેવાયેલા હોતા નથી.
જ્યાં કહેવાયેલા હોય છે ત્યાં પણ વિશિષ્ટ વિભાવાદિના પ્રતિપાદન દ્વારા જ તેમની પ્રતીતિ થતી હોય છે. સ્વશબ્દથી તે તેને કેવળ અનુવાદ જ કરવામાં આવે છે. તેની પ્રતીતિમાં એ કારણ નથી હોતું. કેમ કે બીજે, જ્યાં વિભાવાદિનું નિરૂપણ નથી હતું, પણ ફક્ત નામ લઈને રસને ઉલ્લેખ જ કરે હોય છે, ત્યાં રસની પ્રતીતિ થતી જોવામાં આવતી નથી. જે કાવ્યમાં ફક્ત શૃંગારાદિ શબ્દમાત્રનો ઉલ્લેખ કર્યો હોય છે, પણ વિભાવાદિનું પ્રતિપાદન કર્યું નથી હોતું, તેમાં રસની પ્રતીતિ લગારે થતી નથી. વળી, રસાદિનું નામ ન લીધું હોય અને કેવળ વિભાવાદિનું નિરૂપણ કર્યું હોય તોયે રસની પ્રતીતિ થાય છે; કેવળ નામ લેવાથી રસની પ્રતીતિ થતી નથી, એટલે અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે કે રસાદિ હંમેશાં વાયસામર્થ્યથી આક્ષિસ એટલે વ્યંજિત જ થતા હોય છે, એ કદી વાચ્ય બનતા નથી. આમ, ત્રીજે પ્રકાર પણ વાગ્યથી ભિન્ન છે. એમ સિદ્ધ થયું. એની પ્રતીતિ જાણે વાગ્યની પ્રતીતિની સાથોસાથ જ થતી લાગે છે, એ હવે પછી બતાવીશુ.
રસ./