________________
ધો ૧-૪]
વસ્તુધ્વનિની વાથી ભિન્નતા [ ૧૫ ખંડિતા નાયિકાની આ ઉક્તિમાં આમ તે વિધિ છે, નાયકને જવાનું કહ્યું છે, પણ પ્રતીયમાન અર્થ વિધિરૂપ પણ નથી કે નિષેધરૂપ પણ નથી; એ માત્ર નાયિકાનું ઘવાયેલું અંતર જ વ્યક્ત કરે છે.
કોઈ વાર વાચ્ય નિષેધરૂપ હોય છે, પણ પ્રતીયમાન અનુભયરૂપ હોય છે. જેમ કે –
હું તને વિનંતી કરું છું કે મહેરબાની કરીને પાછી ફર. ઓ હતાશ થયેલી, તારા મુખશશીથી અંધકારને નાશ કરીને તું બીજી અભિસારિકાઓને પણ વિનરૂપ થઈ પડે છે.”
અહીં લોચનકાર એ રીતે અર્થ કરે છે કે ઉતાવળી ઉતાવળી પ્રિયતમને ઘેર જતી નાયિકાને, એ નાયિકાને ઘેર જતો નાયક સામો મળે છે. તેની આ નાયિકા પ્રત્યેની ઉક્તિ છે. નાયિકાને પોતાની ઓળખાણ આપવા માટે નર્મમાં એ તેને “હતાશ' કહે છે. એનો અર્થ એવો લાગે છે કે મને આવતાં મોડું થયું એટલે હતાશ થઈને તું મારે ત્યાં જવા નીકળી છે. હું તારે ત્યાં જ જતો હતો. હવે જોઈએ તો તું મારે ઘેર ચાલ અથવા આપણે બંને તારે ઘેર જઈએ, એ એનો વ્યંગ્યાર્થ છે. એ નથી વિધિરૂપ કે નથી નિષેષરૂપ.
કોઈ વાર વાચ્યન અને વ્યંગ્યને વિષય જુદે હોય છે, એટલે કે વાચ્યાર્થ એકને માટે હોય છે અને વ્યંગ્યાથે બીજાને માટે હોય છે. જેમ કે –
કોને રોષ ચડે ના, દેખીને ત્રણ પ્રિયા તણે અધરે?
પદ્મ ભ્રમરવાળું સૂંઘી, વાર્યું કરનારી સહે હાવાં.” [ પ્રિયાના અધરને ખંડિત થયેલો જોઈને કોને રોષ ન ચડે? જેની ના પાડી તે તું પહેલું કરવાની. ભ્રમરવાળા કમળને સૂછ્યું તે હવે ભગવ.]
અહીં પ્રસંગ એવો કયો છે કે કોઈ કુલટાને અધર પરપુરુષસેવનથી ખંડિત થયો છે, તેનો પતિ આવી પહોંચ્યો છે, અને અધરક્ષત જોઈ કોધે ભરાય છે. આ વાત નાયિકાની ચતુર સખી જાણી ગઈ છે, પણ જાણે કશું જાણતી જ ન હોય એમ, નાયિકા, પતિ, ઉપપતિ, સપની, વગેરેને