________________
ઉદ્યોત ૧-૪ ]
વ્યંગ્યાથના ત્રણ બેદે [ ૧૩ ઊડે છે ભમરાઓ આ ગુંજાગુંજ કરી કરી,
જાય છે સરની પાસે, આવે પાછા ફરી ફરી. અહીં ભમરાઓ મધુર ગુંજારવ કરતા કરતા સરોવર તરફ ઊડતા જાય છે અને પાછા આવે છે, એવો વાયાર્થ છે. પણ એનો વ્યંગ્યાર્થ એ છે કે કમળો ખીલવાનો સમય નજીક આવ્યો છે, એટલે કે શરદ ઋતુનું આગમન થયું છે. આ વ્યંગ્યાર્થ એવો છે કે કવિએ ધાર્યું હોત તો સ્પષ્ટ શબ્દોમાં પણ કહી શકત. અહીં અમુક હકીકતનું જ સૂચન છે અને તે શબ્દમાં મૂકી શકાય એમ છે માટે એ લૌકિક ધ્વનિના વસ્તુમાત્ર વનિ. પ્રકારનું ઉદાહરણ ગણાય. હવે આપણે બીજો દાખલ જોઈએ.
તારી દંતપ્રભારૂપે કેસર વિલસી રહ્યાં,
ભ્રમરો મધુના લેભી, જુલ્ફાંરૂપે ઊડી રહ્યા. આ ઑકના વાચાર્યમાં બે અપહતુતિ અલંકાર છે: દંતપ્રભા નથી પણ કેસરો છે, જફાં નથી પણ ભ્રમરે છે. પણ એ વાચ્યાર્થમાંથી જે વ્યંગ્યાર્થ સમજાય છે તે એવો છે કે તું સ્ત્રી નથી, કમલિની છે. અને એ પણ પાછે એક અપનુતિ અલંકાર છે. એ પણ ધારીએ તો શબ્દમાં મૂકી શકાય એવો છે. એટલે એ લૌકિક છે, પણ અલંકાર ધ્વનિ છે.
આ બે પ્રકારના લૌકિક અવનિની સમજૂતી થઈ. પણ બીજા કેટલાક પ્રતીયમાન અર્થો એવા હોય છે, જે સ્વને પણ સ્વશબ્દવાઓ બનતા નથી કે લોકવ્યવહારમાં જેને સમાવેશ થતો નથી અને જે કેવળ આનંદરૂપ હોય છે. આપણે જ્યારે કાવ્યના શબ્દોમાં નિરૂપાયેલા વિભાવાદિને અનુભવ કરીએ છીએ, ત્યારે તેનો આપણા હૃદય સાથે સંવાદ એટલે કે મેળ હેવાથી તે આપણને સુંદર લાગે છે અને આપણું હૃદયમાં પહેલેથી રહેલી તે તે વિભાવાદિને અનુરૂપ વાસના જાગ્રત થાય છે અને એમ સુકુમાર બનેલા આપણા હૃદયમાં સ્વસંવિતના આનંદની ચર્વણારૂપ વ્યાપાર શરૂ થતાં, તેના વડે રસરૂપે આસ્વદાય છે. કેવળ કાવ્યમાં જ એ અનુભવાય છે અને એ રસધ્વનિ કહેવાય છે. એ જ સાચો ધ્વનિ છે અને એ જ મુખ્યપણે કાવ્યને આત્મા છે.
આ વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિર ૫ વનિ વાચ્યાર્થથી ભિન્ન હોય છે એમ કહ્યા પછી એ જ વાત દાખલાઓ આપી સમજાવતાં કહે છે કે