________________
ઉદ્યોત ૧-૩, ૪]
પ્રતીય માન જુદી જ વસ્તુ છે [ ૧૧ કરવો જ પડે. બીજે વાંધે કઈ કદાચ એવો લે, અને પાછળથી વિશ્વનાથે લીધે પણ હતો, કે સહૃદયેની શ્લાઘા પામેલે જે અર્થ કાવ્યનો આત્મા ગણાય તે તે પ્રતીયમાન જ હોય છે, કદી વાય હોતો નથી. અને તમે એ અર્થના પ્રતીયમાન અને વાચ એવા બે ભેદ પાડો છો, એ વદતવ્યાધાત છે. એના જવાબમાં લોચનકાર કહે છે કે તમારી વાત સાચી છે, પણ અહીં ભેદ” શબ્દનો અર્થ “અંશ' કરવાનો છે. અહીં કાવ્યના આત્મારૂપ અર્થના બે ભેદ નથી પાડથા, પણ તેના બે અંશ હોય છે, એમ કહ્યું છે: એક વાચ્ય અને બીજો પ્રતીય માન. અર્થ તો એક જ છે, અને માટે જ એ શબ્દ એકવચનમાં વાપર્યો છે. પણ એમાં વાચ્ય અને પ્રતીયમાન એવા બે અંશોનું મિશ્રણ હોય છે, એટલે તે બંને અંશોને અહીં નિર્દેશ કર્યો છે. અને વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે –
લલિત કહેતાં ગુણાલંકારથી શાભિત અને ઉચિત કહેતાં રસાદિને અનુરૂપ રચનાને કારણે રમણીય કાવ્યમાં, શરીરમાં જેમ આત્મા રહે છે તેમ, એ સહુદયની લાઘા પામેલે અર્થ રહેલું હોય છે અને તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ છે. ૨.
એ પછી ત્રીજી કારિકામાં કહ્યું છે કે
એમાં જે વાચ્ય અંશ છે તે તે પ્રસિદ્ધ છે, અને બીજા કાવ્યલક્ષણકારેએ ઉપમા વગેરે પ્રકારેથી તેની વ્યાખ્યા કરેલી છે, એટલે અમે તેને વિસ્તાર કરતા નથી. માત્ર જરૂર પૂરતે તેને ઉલ્લેખ કરીએ છીએ. ૩.
૪ પણ પ્રતીયમાન તે મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયથી ભિન, નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી, જુદી જ વસ્તુ છે. આને સમજાવતાં વૃત્તિમાં કહ્યું છે કે –
પ્રતીયમાન તે વાચ્ય કરતાં જુદી જ વસ્તુ છે, જે મહાકવિઓની વાણીમાં જોવા મળે છે. આ જે પ્રતીયમાન અર્થ