________________
૧૪] વસ્તુધ્વનિની વચ્ચેથી ભિન્નતા
[ ધ્વન્યાલક વસ્તુવનિની વચ્ચેથી ભિનતા
જેમ કે એમને પહેલે વસ્તુધ્વનિ તે વાગ્યથી બિલકુલ ભિન્ન હોય છે. કારણ, કઈ વાર વાચ્ય વિધિરૂપ હોય છે, ત્યારે પ્રતીયમાન નિષેધરૂપ હોય છે. જેમ કે –
ફરો બાવાજી નિરાંતે, શ્વાન તે આજ મારિયો, સિંહ, ગોદાવરી તીરે ઝાડીમાં વાસ જેહને.
[ બાવાજી, નિરાંતે ફરે તે કૂતરાને તે આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા દુર્દીત સિંહે મારી નાખે.]
કોઈ સ્ત્રીના એકાંત મિલનમાં ત્યાં ફૂલ વીણવા આવનાર, કૂતરાથી બીતા બાવાજી વિક્ષેપરૂપ બનતા હશે, તેમને ઉદ્દેશીને પેલી સ્ત્રીએ ઉચ્ચારેલાં આ વચન છે. અહીં વાચાર્ય વિધિરૂપ છે, બાવાજીને “નિરાંતે ફો' એમ કહ્યું છે, પણ એનો પ્રતીયમાન એટલે કે વ્યંગ્ય અર્થ એ છે કે આ બાજ ફરકશો નહિ, અહીં તો હવે સિંહ આવે છે. | કઈ વાર વાગ્યે નિષેધરૂપ હોય છે તો પ્રતીયમાન વિધિરૂપ હોય છે. જેમ કે –
સાસુ અહીં ઘટે છે, અહીંયાં હું, જોઈ લે દિવસે, પંથી રતાંધળા, મા મારી શય્યા મહીં પડતા.
કઈ કામાંધ સ્ત્રી રાતવાસો રહેવા આવેલા વટેમાર્ગુને બધી વ્યવસ્થા સમજાવતી હોય તેમ આ વચને બેલે છે. અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે. પંથીને “મારી પથારીમાં ન પડતો” એમ કહ્યું છે, પણ એનો વ્યંગ્યાર્થ આમંત્રણરૂપ એટલે કે વિધિરૂપ છે.
કઈ વાર વાચ્ય વિધિરૂપ હોય છે, પણ પ્રતીયમાન અનુભય (નહિ વિધિ કે નહિ નિષેધ)રૂપ હોય છે. જેમ કે –
“જાઓ, નિસાસા અને રુદન મને એકલીને જ ભોગવવા દો. કાંક દાક્ષિણ્યને ભંગ થતાં, પેલી વગર તમારે એ ભેગવવાં પડે એ સારું નહિ.”