________________
૧૨ ] વ્યંગ્યાના ત્રણ ભેદે
[ ધ્વન્યાલક સહૃદયમાં પ્રસિદ્ધ છે, અને પ્રતીત થતા અલંકૃત શબ્દાર્થરૂપ અવયથી જુદા પ્રગટ થાય છે, તે સ્ત્રીઓના લાવણ્ય જે છે. જેમ સ્ત્રીઓમાં લાવણ્ય, બધા અવયથી જુદું પ્રતીત થતું, સહુનાં લોચનને અમૃતરૂપ થઈ પડતું, કોઈ બીજુ જ તવ છે, તેમ આ પ્રતીયમાન અર્થનું પણ છે.
અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે, કે જેમ રમણીનું લાવણ્ય સહુ દેખી શકે એવા અવયવોથી અને અલંકારોથી ભિન્ન હોવા છતાં, એ અવયવો અને અલંકારો મારફતે જ અનુભવાય છે, તેમ, કાવ્યનો પ્રતીયમાન અર્થ પણ, કાવ્યના દેહરૂપ શબ્દાર્થ અને તેના અલંકારોથી ભિન્ન હોવા છતાં, તેમની મારફતે જ પ્રગટ થાય છે. વ્યંગ્યાના ત્રણ ભેદો
એ પ્રતીયમાન અર્થ વાચ્યાર્થના સામર્થ્યથી આફિસ થાય છે, એટલે કે વ્યંજનાથી સમજાય છે, અને તે વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ એમ અનેક પ્રકારના હોય છે, એવું હવે પછી બતાવવામાં આવશે. અને એ બધા જ પ્રકારોમાં તે વાચ્યાર્થથી જુદે જ હોય છે.
અહીં પ્રતીયમાન અર્થના ત્રણ પ્રકાર બતાવ્યા છે : ૧. વસ્તુમાત્ર, ૨. અલંકાર અને ૩. રસાદિ. એની વિશેષ સમજૂતી આપતાં લોચનકાર કહે છે કે પ્રતીયમાન અર્થના બે ભેદ હોય છે: ૧. લૌકિક, અને ૨. અલૌકિક અથવા કાવ્યવ્યાપારથી જ સમજાતે. એમાંને લૌકિક છે, તે તો કોઈ વાર સ્વશદવાઓ બનતો હોય છે, એટલે કે તેને શબ્દમાં મૂકી શકાતો હોય છે. અને તે વિધિનિષેધ વગેરે અનેક પ્રકારનો હોય છે. એને વસ્તુ કહે છે. એ લૌકિકના બે પ્રકાર હોય છે: ૧. અલંકાર અને ૨. વસ્તુમાત્ર. પહેલાં જે ઉપમાદિ અલંકારરૂપે પ્રતીત થયો હોય, તે જ જયારે વાક્યમાં ગૌણતા છોડી દઈ પ્રધાન બને છે, ત્યારે તે અલંકાર મટી જાય છે અને પ્રતીયમાન અથવા વનિ બની જાય છે; પણ પહેલાં. એ અલંકાર હતો એટલા માટે એને અલંકારવનિ કહે છે. જેમ કોઈ બ્રાહ્મણ શ્રમણ એટલે કે બૌદ્ધ ભિક્ષુ બની જાય તોયે તે બ્રાહ્મણ-શ્રમણ કહેવાય છે, તેવું આ છે. એનાથી અલગ પાડવા માટે બીજાને વસ્તુમાત્ર વનિ કહે છે. આપણે બે દાખલાથી આ સ્પષ્ટ સમજી લઈએ.