________________
૮ ] રસધનિની વાઓથી ભિન્નતા.
[ ધ્વન્યાલક
રસાદિની પ્રતીતિ સ્વશબ્દના ઉપયોગથી નથી થતી, પણ ઉચિત વિભાવાદિના નિરૂપણુથી થાય છે, એવું અન્વયવ્યતિરેકથી સિદ્ધ થયાનું ઉપર કહ્યું છે. એક વરતુ હોય ત્યાં બીજી પણ હોય જ, એનું નામ અન્વય. જેમ કે, જ્યાં રસાદિને સ્વશદથી ઉલ્લેખ કર્યો હોય ત્યાં રસાદિની અનુભૂતિ હોય જ – એ અન્વય. એથી ઊલટું, એક વસ્તુ ન હોય ત્યાં બીજી ન હોય તે વ્યતિરેક. જેમ કે, જ્યાં રસાદિનો સ્વશબ્દથી ઉલેખ ન હોય ત્યાં રસાદિની પ્રતીતિ ન હોય. આ બંને વસ્તુ અહીં લાગુ પડતી નથી, એટલે સ્વશબ્દથી રસાદિની પ્રતીતિ થાય છે એ વાત અવયવ્યતિરેકથી ખોટી ઠરે છે. જ્યારે જ્યાં જ્યાં વિભાવાદિનું નિરૂપણ હોય ત્યાં ત્યાં રસાદિની પ્રતીતિ થાય છે – એ અન્વય; અને જ્યાં જ્યાં વિભાવાદિનું નિરૂપણ નથી હોતું ત્યાં ત્યાં રસાદિની પ્રતીતિ નથી થતી – એ વ્યતિરેક;
એ બંને વસ્તુ અહીં લાગુ પડે છે, એટલે રસાદિની પ્રતીતિ વિભાવાદિના નિરૂપણરૂપ વાચના સામર્થ્યથી જ આક્ષિપ્ત થાય છે, એ વાત અવયવ્યતિરેકથી સાચી ઠરે છે.
અહીં, વિભાવાદિનું નિરૂપણ કરવું એને પણ રસની પ્રતીતિ વાગ્યથી કરાવવાનો એક પ્રકાર ગણાવ્યો છે, તે એટલા માટે કે વિભાવાદિ તો હંમેશાં વાગ્ય જ હોય છે, શબ્દમાં રજૂ કરેલા હોય છે. એ વિભાવાદિનું અભિધાથી જ્ઞાન થયા પછી જ ચર્વણુ અથવા રસાસ્વાદ શક્ય બને છે. એ દૃષ્ટિએ વાચાર્ય પણ રસાનુભૂતિમાં ઉપયોગી થઈ પડે છે. બીજી રીતે જોઈએ તો, ગુણાલંકારયુક્ત વાણીમાં નિરૂપાયેલા વિભાવાદિમાંથી રસ વ્યંજિત થાય છે. એ વ્યંજનાવ્યાપાર કંઈ રસાદિને જનક નથી હોતો, તેમ વિભાવાદિ રસના અનુમાનનાં કારણ નથી બનતાં. એનો અર્થ એ થયો કે વિભાવાદિનું નિરૂપણ વાચ્ય-વાચકભાવથી જ થાય છે, એટલા પૂરતા એમને વાચના પ્રકાર તરીકે ગણાવ્યા છે. પણ એ રસના જનક છે અથવા એ રસના અનુમાપક એટલે કે અનુમાનનાં સાધન છે, એ બંને વાતને અસ્વીકાર કર્યો છે. પણ એ વિભાવાદિ રસાદિના - અભિવ્યંજક છે એટલી વાતને સ્વીકાર કર્યો છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે રસાદિ હમેશાં વાચસામર્થ્યથી આક્ષિપ્ત જ થતા હોય છે, તેમાંથી એ ફલિત થાય છે કે વિભાવાદિ પોતે વાચે છે અને એના સામર્થ્યથી રસાદિ આક્ષિત જ થાય છે, એટલે કે વ્યંજના મારફતે જ પ્રતીત થાય છે, અભિધા, અનુમાન છે કેઈ બીજા વ્યાપાથી પ્રતીત થતા નથી. ૪.