________________
ઉદ્યોત ૧-૧ ]
ધ્વનિવિધી બાર મત [ ૯ ૧. વનિ અથવા વ્યંજના જેવો કોઈ સ્વતંત્ર વ્યાપાર માનવાની જરૂર નથી, કારણ, એનો સમાવેશ “ તાત્પર્ય ' શક્તિમાં જ થઈ જાય છે એમ માનનારા મીમાંસકો.
૨. “ચારઃ રાઃ ર શાર્થઃ' એ ન્યાયે ધ્યનિનો સમાવેશ અભિધામાં જ કરનારા મીમાંસકે.
૩. અને ૪. ધ્વનિનો સમાવેશ દ્વિતીય લક્ષણ અને વિશિષ્ટ લક્ષણ એમ બે લક્ષણામાં જ થઈ જાય છે એમ કહેનારા લક્ષણવાદીઓ.
૫ અને ૬. વનિને સમાવેશ બે પ્રકારનાં અનુમાનમાં થઈ જાય છે એમ માનનારા તૈયાયિકે. અનુમાનના અહીં વિવક્ષિત બે પ્રકારો કયા એ વિશે મતભેદ છે.
૭. વનિ એ તંત્રને એટલે કે દ્વિ-અર્થી વાક્યનો જ એક પ્રકાર છે એમ માનનારા સાહિત્યશાસ્ત્રીઓ.
૮. વનિને સમાવેશ અથપત્તિમાં થઈ જાય છે એવું માનનારા પંડિત.
૯. વનિનો સમાવેશ સમાસકિત, પર્યાપ્ત વગેરે અલંકારોમાં જ થઈ જાય છે એમ માનનારા આલંકારિકે.
૧૦. રસ (રૂ૫ વનિ ) વિભાવાદિનું કાર્ય છે એમ માનનારા પ્રાચીન –લેલટ વગેરે જેમના અનુયાયી હતા.
૧૧. રસ ધ્વનિત થતો નથી પણ ભોગીકરણ કે ભોગ નામના વ્યાપારથી અનુભવાય છે એમ માનનાર ભટ્ટ નાયક અને તેમના અનુયાયીઓ.
૧૨. ધ્વનિ એ અનિર્વાય છે એમ માનનારો પક્ષ – ચારાતરાધનમ્ ! એ રીતે જયરથે એનો ઉલ્લેખ કરે છે.
વનિની બાબતમાં પ્રવર્તતા વિવિધ મતોની નોંધ લઈ હવે વૃત્તિમાં
એટલે આવા પરસ્પરવિરોધી અનેક મતો હોવાને કારણે, સહુના મનના આનંદને અર્થે, અમે વનિનું સાચું સ્વરૂપ કહીએ છીએ. એ ધ્વનિનું સ્વરૂપ બધા સારા કવિઓનાં કાવ્યોના સારરૂપ અને અત્યંત રમણીય છે. જોકે પહેલાંના અત્યંત તીક્ષણ બુદ્ધિશાળી કાવ્યવિવેચકોની બુદ્ધિ પણ એને પકડી