________________
૮] લક્ષણવાદીઓને પક્ષ
[ ધ્વન્યાલોક લક્ષણવાદીઓને પક્ષ
૪. બીજા કેટલાક વિનિને “ભાક્ત” એટલે કે લક્ષ્યાર્થ કહે છે, એમ જે કહ્યું છે, તેને અર્થ એ છે કે કેટલાક કાવ્યને આત્મા કહેવાતા ધ્વનિને ગુણવૃત્તિ એટલે કે લક્ષણ કહે છે. જેકે કઈ કાવ્યનું લક્ષણ બાંધનારે ગુણવૃત્તિને કે બીજા કોઈ પ્રકારને ઇવનિ એવું નામ આપ્યું નથી, તેમ છતાં કાવ્યમાં અમુખ્ય વૃત્તિથી એટલે કે ગૌણવૃત્તિથી વ્યવહાર થાય છે, એમ બતાવનારે દવનિમાર્ગને સહેજ સ્પર્શ કર્યો છે, પણ તે કોઈના લક્ષમાં આવ્યું નથી, એમ માનીને જ અમે કહ્યું છે કે બીજા કેટલાક એને લક્ષ્યાર્થી કહે છે.
અહીં અમુખ્યવૃત્તિ તરીકે ધ્વનિમાર્ગને સહેજ સ્પર્શ કર્યાનું કહ્યું છે તે એટલા માટે કે ભામહે (૧-૯) કાવ્યના હેતુઓ ગણાવતાં “શબ્દ” અને “અભિધાન ”ને અલગ અલગ ગણાવેલા છે, અને એની સમજૂતી આપતાં ઉફભટે કહેલું છે કે “અભિધાન એટલે અભિધા વ્યાપાર. અને તે બે પ્રકારને હોય છે. મુખ્ય અને ગુણવૃત્તિ. વામને પણ કહ્યું છે કે સાદથી થનારી લક્ષણને વક્રોક્તિ કહે છે. આમ, ભામહે “અભિધાન’ શબદથી, ઉદ્ભટે “ગુણવૃત્તિ” શબ્દથી અને વામને “ લક્ષણા' શબ્દથી વનિતત્વને સહેજ નિર્દેશ કરે છે, પણ તેને કોઈએ ખાસ લક્ષમાં લીધો નથી.
એ પછી પાંચમો વિરોધપક્ષ અનિર્વચનીયતાવાદીઓને રજૂ કરે છે. અનિર્વચનીયતાવાદીઓને પક્ષ
૫. બીજા કેટલાકે, લક્ષણ બાંધવા જેટલી પ્રગભ બુદ્ધિ ન હોવાથી, એમ કહ્યું છે કે ધ્વનિતત્ત્વ વાણુને અગોચર છે, એ કેવળ સહૃદય-હદય-સંવેદ્ય જ છે.
ધ્વનિને વિરોધ કરનાર પાંચ પક્ષો અહીં ગણુવ્યા છે. હવે પછી લક્ષણવાદીના પણ ત્રણ વિકલ્પો ગણાવવામાં આવશે, એટલે બધા મળીને કુલ સાત પક્ષો અહીં ચલા છે. પણ વનિનો વિરોધ કરનારા એકંદરે બાર મતોને સયકના ગ્રંથ ઉપરની પોતાની ટીકામાં જયરથે ઉલ્લેખ કરેલો છે. એ મતો નીચે પ્રમાણે છે :