________________
૬ ] અભાવવાદીઓને બીજો વિકલ્પ
[ વન્યાલક કોઈ સંબંધ તો બતાવવો જોઈએ ને? જેમ નાટકમાં નૃત્ય, ગીત, અભિનય વગેરે રસનિષ્પત્તિમાં મદદ કરે છે, તેમ છતાં તેનો કાવ્ય સાથે કોઈ સંબંધ નથી હોતો, તે જ રીતે, આ વનિ પણ કાવ્યને કોઈ રીતે ઉપકારક થતો હોય તોયે, એ શબ્દાર્થ શરીર ન હોવાથી એને કાવ્ય સાથે સંબંધ હોઈ ન શકે. અને એટલે જ “સહૃદયના હૃદયને આનંદ આપનાર શબ્દાર્થમય રચના તે કાવ્ય” એ વ્યાખ્યા એને લાગુ પડી ન શકે. આના જવાબમાં
વનિવાદી કહે છે કે શબ્દાર્થના, ગુણ અને અલંકાર સિવાય પણ, વનિ નામે કોઈ ગુણ હોઈ શકે, અને એને નિર્ણય તમારી વ્યાખ્યા પ્રમાણે સહદ જ કરી શકે. હવે, વનિસંપ્રદાયમાં માનનારા સહં ને એવો અનુભવ હોય કે ધ્વનિ નામનું તત્તવ છે અને તે આનંદ આપે છે, તો. એને અસ્વીકાર કઈ રીતે થઈ શકે ? અમે જે એમ કહ્યું છે કે કાવ્યને આત્મા ઇવનિ છે, તે એવા સહૃદયની કલ્પના કરીને જ કહ્યું છે. આના જવાબમાં અભાવવાદી કહે છે કે તમે ધ્વનિસિદ્ધાંતમાં માનનાર સહૃદયની ક૯૫ના કરી, તેના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માગે છો, એ બની શકે એમ નથી. કારણ, એક તે, એ વનિતત્વ જ સિદ્ધ થયેલી વસ્તુ નથી, અને એમાં માનનાર સહદય વળી કલ્પિત છે. એ કલ્પિત સહૃદયના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા જવું એ હાસ્યાસ્પદ છે. વળી, એવા બેચાર જણ ધ્વનિને કાવ્યને આત્મા કહે તોયે બધા વિધાને એનો સ્વીકાર નહિ કરે.
પહેલા વિકલ્પમાં એમ કહ્યું હતું કે શબ્દ, અર્થ, ગુણ અને અલંકાર ઉપરાંત ચાવસાધક કઈ તત્વ છે જ નહિ, માટે ઇવનિનું પણ અસ્તિત્વ નથી. અહીં આ બીજા વિકલ્પમાં એમ કહેવામાં આવ્યું છે કે એ બધાથી ભિન્ન એવું વનિ નામનું કોઈ તત્વ છે એમ સ્વીકારીએ તોયે તે શબ્દાર્થમય ન હોઈ તેને કાવ્ય સાથે કોઈ સંબંધ હોઈ જ ન શકે અને માટે જ તે કાવ્યની ચાતાનું સાધક પણ ન હોઈ શકે.
ધ્વનિવાદીઓ અભાવવાદીઓના બંને પક્ષો સ્વીકારી લઈને એમ કહે કે દલીલને ખાતર માની લઈએ કે ઇવનિ ચારુત્વનો સાધક હેતુ હાઈ તેને સમાવેશ શબ્દ, અર્થ, ગુણ અને અલંકારમાં થઈ જાય છે, તેમ છતાં પૂર્વના કઈ આચાર્યે એનો ધ્વનિ નામે ઉલ્લેખ કર્યો નથી અને એ કાવ્યને આત્મા છે એમ કહ્યું નથી, એટલે ધ્વનિને નવા તત્ત્વ તરીકે સ્વીકાર થવો જોઈએ; તો એનું નિરસન કરવા માટે અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ રજૂ કરવામાં આવે છે.