________________
ઉદ્યોત ૧-૧ ]
અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ
૩. બીજા કેટલાક વનિના અભાવને બીજી રીતે સમજાવશે, કહેશે કે વનિ કોઈ અપૂર્વ વસ્તુ હોય એ તે સંભવિત જ નથી. એ ચારુત્વના હેતુથી ભિન્ન નથી એટલે ઉપર ગણાવેલા ચારુત્વના હેતુઓમાં જ એને સમાવેશ થઈ જાય. એમાંના કેઈ એકને નવું નામ આપવું એ કંઈ મહત્વની વાત નથી.
ઉપરાંત, વાણીના વિચિત્ર્યના પ્રકાર તે અનંત છે, એટલે પ્રસિદ્ધ કાવ્યલક્ષણકારોએ જેને ઉલ્લેખ કર્યો ન હોય એવો કઈ ક્ષુદ્ર પ્રકાર હોય પણ ખરે; પણ તેને ઇવનિ વનિ કહીને, પિતે સહુદય છે એમ બેટે છેટું માની લઈને, આંખો મીંચીને નાચવાની શી જરૂર છે, એ અમને સમજાતું નથી. બીજા આચાર્યોએ હજારે અલંકારો બતાવેલા છે અને હજી બતાવે છે. પણ તેમની તે આવી દશા સાંભળી નથી. એટલે ઇવનિ એ તો ખાલી પ્રવાદ–ઉપજાવી કાઢેલી વસ્તુ છે. એમાં કોઈ તપાસી શકાય એવું તત્ત્વ બતાવી શકાય એમ નથી. મને રથ નામના એક કવિએ આ સંબંધે એક લેક પણ રચેલો છે કે –
“ જેમાં અલંકારયુક્ત અને મનને આનંદ આપે એવું કઈ વસ્તુ નથી; જેમાં નથી શબ્દરચનાનું કૌશલ કે નથી વક્રોક્તિ; તે કાવ્ય ઇવનિયુક્ત છે, એમ કહીને જડ તેની આનંદમાં આવી પ્રશંસા કરે છે. તેને જે કંઈ સમજુ માણસ, વિનિનું સ્વરૂપ કેવું છે એમ પૂછે તે એ શો જવાબ આપશે, એની અમને ખબર નથી.”
ગુણલંકારથી ભિન્ન કઈ ચાવહેતુ હેઈ ન શકે, જે વિનિ ગુણાલંકારથી ભિન્ન હોય તો તે ચારુત્વ હેતુ ન હોઈ શકે, અને હોય તોયે અત્યંત શુદ્ર જ હેય, – આમ ત્રણે રીતે જોતાં વનિ એ પ્રવાદમાત્ર છે.
આ રીતે અભાવવાદીઓના ત્રણે વિકપનું નિરૂપણ કર્યા પછી, હવે લક્ષણવાદીઓને પક્ષ રજૂ કરે છે.