________________
ઉદ્યોત ૧-૧ ]
અભાવવાદીઓને બીજો વિકલ્પ [૫ ગણાવેલી છે. આ રીતે જોતાં, પ્રાચીન આચાર્યોએ ગણાવેલા કાવ્યનાં - ચાર્વસાધક તરો શબ્દાલંકાર, અર્થાલંકાર, ગુણ અને એના ઉપર આધારિત પ્રવૃત્તિઓ અને રીતિઓ તો સૌને જાણીતા છે. એ ઉપરાંત તમે આ વનિ નામનું નવું તત્ત્વ ક્યાંથી લાવ્યા ? એ વળી શું છે ? લેચનકાર કહે છે કે નથી એ ચાત્વનું સ્થાન, કારણ, એ શબ્દાર્થરૂપ નથી; તેમ નથી એ ચારત્વનો હેતુ, કારણ, એ ગુણાલંકારથી ભિન્ન છે. આની સામે કોઈ એવી ‘દલીલ કરે કે ભલે એ શબ્દાર્થવરૂ ૫ ન હોય અને ચારુત્વનો હેતુ પણ ન હોય, તેમ છતાં એ ગુણાલંકારથી જુદી કોઈ વરતુ તો હેઈ શકે છે, એમ માનીને બીજો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. અભાવવાદીઓને બીજો વિકલ્પ
૨. બીજા કદાચ એમ કહે કે ધ્વનિ છે જ નહિ; કારણ, પ્રસિદ્ધ પ્રસ્થાન–એટલે કે શબ્દાર્થ અને તેના ગુણાલંકારથી ભિન્ન એ કઈ કાવ્યપ્રકાર હોય તે તેમાં કાવ્યત્વ હેઈ જ ન શકે. સહૃદયના હૃદયને આનંદ આપે એવા શબ્દાર્થને જ કાવ્ય કહેવાય. આ પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદી પડતી હોય એવી કઈ પદ્ધતિને આ વ્યાખ્યા લાગુ જ ન પડી શકે, એટલે કે તે કાવ્ય જ ન ગણાય. ધારે કે ધ્વનિ સિદ્ધાંતમાં માનનારા કેટલાકને સહૃદયે માની લેવામાં આવે, અને તેઓ ધ્વનિને કાવ્ય કહેવાનું શરૂ કરે, તેયે બધા વિદ્વાને તેને સ્વીકાર નહિ કરે.
લોચન”ની મદદથી આપણે આ બીજા વિકલ્પનું સ્વરૂપ વિગતે સમજી લઈએ. પહેલા વિક૯૫ની સમજૂતીને અંતે કરેલી દલીલના જવાબમાં અભાવવાદી કહે છે કે પૂર્વાચાર્યોએ પ્રસ્થાપિત કરેલું છે કે ગુણાલંકારયુક્ત શબ્દાર્થને જ કાવ્ય કહેવાય. કાવ્યની વ્યાખ્યા એવી છે કે સહૃદયના હૃદયને આનંદ આપે એવી શબ્દાર્થમય રચના તે કાવ્ય. એટલે હવે જોવાનું એ રહે છે કે એ પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદું કોઈ પ્રસ્થાન સહદયના હૃદયને આનંદ આપનાર શબ્દાર્થમય રચના હોઈ શકે કે કેમ ? અભાવવાદી એમ કહે છે કે ન હોઈ શકે. કારણ, તમારા કહેવા પ્રમાણે, ધ્વનિ તે શબ્દાર્થ અને તેના ગુણલંકારથી ભિન્ન વરતુ છે, એટલે ધ્વનિને તમે કાવ્યનો આત્મા ઠરાવવા માગે છે, તેવો એ ન જ થઈ શકે. કાવ્ય સાથે એનો