________________
૪] વનિવિધી ત્રણ પક્ષે
[ ધવન્યાલક: વનિવિરોધી ત્રણ પક્ષે
આમ, પહેલી કારિકામાં જ એમણે વનિનો વિરોધ કરનારા ત્રણ પક્ષોને ઉલ્લેખ કર્યો છે: ૧. અવનિનું અસ્તિત્વ જ નથી, એમ કહેનારા અભાવવાદીઓ, ૨. વનિને સમાવેશ લક્ષ્યાર્થમાં થઈ જાય છે, એમ કહેનારા લક્ષણવાદીઓ, અને ૩. ધ્વનિ વાણુને વિષય નથી, એમ કહેનારા અનિર્વચનીયતાવાદીઓ. આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણ પક્ષોમાં વિરોધ ઉત્તરોત્તર ઓછો થતો જાય છે. પહેલો અભાવવાદી પક્ષ ધ્વનિના અસ્તિત્વને જ ઈન્કાર કરે છે; બીજે લક્ષણવાદી પક્ષ વનિ છે એમ તો સ્વીકારે છે, પણ તેને સમાવેશ લક્ષણામાં જ થઈ જાય છે એમ કહે છે; અને ત્રીજો અનિર્વચનીયતાવાદી પક્ષ વનિનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવા છતાં એમ માને છે કે એની વ્યાખ્યા થઈ શકે એમ નથી.
પહેલી કારિકા ઉપરની વૃત્તિમાં અભાવવાદીઓને પક્ષ વિગતે માંડતાં ગ્રંથકાર કહે છે કે –
કાવ્યતત્વવિદોએ પરંપરાથી કાવ્યને આત્મા ઇવનિ છે. એમ બાપકાર જાહેર કરેલું છે, અને સહૃદયેના મનમાં આજે પણ એ પ્રકાશી રહ્યો છે, તેમ છતાં કેટલાક એના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. એ અભાવવાદીઓના આટલા વિકલ્પો સંભવે છે? અભાવવાદીઓનો પહેલો વિકલ્પ
૧. એમાંના કેટલાક કદાચ એમ કહે કે કાવ્યનું શરીર શબ્દાર્થ છે, એ નિર્વિવાદ છે. એમાં શબ્દની ચારુતાના સાધક અનુપ્રાસાદિ શબ્દાલંકારે પણ જાણીતા છે. વર્ણ સંઘટનાના ધર્મો માધુર્યાદિ તે પણ પ્રતીત થાય છે. એનાથી અભિન્ન એવી ઉપનાગરિકાદિ વૃત્તિઓ કેટલાકે જણાવેલી છે, તે પણ આપણે સાંભળી છે. વૈદભી વગેરે રીતિઓ પણ જાણીતી છે. એ બધાંથી જુદે આ ધ્વનિ વળી શું છે?
અહીં વૃત્તિ અને રીતિને ગુણથી અભિન્ન કહી છે, કારણ, અનુપ્રાસને આધારે જ ઉદ્ભટે નાગરિકા, ઉપનાગરિકા અને ગ્રામ્યા એમ ત્રણ, અને રુકટે: મધુરા, પ્રૌઢા, પરુષા, લલિતા અને ભદ્રા એમ પાંચ વૃત્તિઓ ગણવેલી છે; અને વામને વૈદર્ભો, ગૌડી અને પાંચાલી રીતિઓ પણું ગુણને આધારે જ