________________ (48 ) જયાનંદ કેવળા ચરિત્ર. . અહીં કામદેવથી પીડાતો રાજા અતિ કષ્ટથી:દિવસ નિગમન કરી તે બને મંત્રીપત્નીના સંગમનું સુખ મેળવવાની ઈચ્છાથી રાત્રે અંત:પુરમાં આવ્યો. શય્યામાં રહી રાજાએ તે બન્નેને બોલાવવાની દાસીઓને આજ્ઞા આપી. એટલે તે દાસીઓ પાયો છે કાયોત્સર્ગ જેણે એવી તે બનેને રાજા પાસે લઈ આવી. રાજાએ ઉત્કંઠાપૂર્વક તેમની સન્મુખ જોયું તો તેમાંથી પહેલી સ્ત્રીને દેવીના પ્રભાવથી પગ અને મુખ સિવાય આખે શરીરે કોઢથી વ્યાપ્ત થયેલી જોઈ. તેથી રાજાએ તેણીને પૂછ્યું કે –“હે ભદ્ર! તને આ કેઢ કયારે અને શી રીતે થયે?” તે બોલી કે “મારા કર્મને લઈને આ કોઢ મને ઘણું કાળથી થયો છે. વૈદ્યથી પણ તે સાધ્ય નથી.” . ત્યારપછી રાજા બીજી સ્ત્રીનું આલિંગન કરવા માટે તેને પોતાની સમીપે લાવ્યું. એટલે તેણીના શરીરના ઉત્કટ દુર્ગધથી રાજા વ્યાકુળ થઈ ગયો. રાજાએ તેણીને પૂછયું કે–“હે ભદ્ર! તારા, શરીરમાં આ દુર્ગધ ક્યાંથી?” તેણીએ કહ્યું કે –“મારા કર્મના દેષથી વૈદ્યવડે પણ સાધી ન સકાય તેવો આ દુર્ગધ ચિરકાળથી ઉત્પન્ન થયેલે છે.તે સાંભળી વિરક્ત થયેલો રાજા તે બનેને ચિત્રશાળામાં મોકલી વિચાર કરવા લાગ્યું કે–“ દેવને ધિક્કાર છે કે જેણે આવાં બે સ્ત્રીરતને દૂષિત કર્યા. તે દિવસે ભેજન સમયે ઉત્તમ વસ્ત્રવડે શરીર ઢાંકેલું હોવાથી તથા દૂર રહેલી હોવાથી આ બનેના આ દોષે મારા જાણવામાં આવ્યા નહોતા. પુરોહિતે પણ આ બન્નેના આ દોષ જાણ્યા નહીં હોય, તેથી જ મને ફેગટ આ પાપમાં નાખ્યો. પરીક્ષા કર્યા વિના વાત કહેનાર તે પુરોહિતને ધિક્કાર છે. આ સ્ત્રીઓને માટે જ મેં સર્વ ગુણવાળા મંત્રીને મોટા કષ્ટમાં નાંખે. તેમજ મારા ધર્મ, કીર્તિ, કુળ અને યશને પણ મલિન કર્યા. મંત્રીને વિષે શત્રુના પક્ષમાં રહેવાના દેષને કઈ પણ માનતું નથી, પરંતુ સર્વ ડાહ્યા લેકે પુરેહિતનું જ કપટ માને છે. તે અધમી અને દંભીને પહેલાં મંત્રીએ જ ધિક્કાર્યો હતો, છતાં સર્વત્ર પાપકર્મને વિષે આવા દુષ્ટ પુરૂષ સ્કૂલના પામતા નથી. હવે પ્રાત:કાળે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ઉપાયવડે સર્વ વાતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust