________________ (10) જયાનંદ કેવળી ચરિત્ર તેમની સાથે વિચાર કરી જયાનંદ રાજાએ ચકાયુધના મેટા પુત્ર ચકવેગને ગગનવલભના રાજ્યપર સ્થાપન કર્યો. અને તેને ઉત્તર શ્રેણિને અધિપતિ બનાવ્યું. તથા તેના બીજા ભાઈઓને યોગ્યતા પ્રમાણે બીજા નગરો આપ્યાં. પછી પવનવેગને દક્ષિણ એણિના નાયક બનાવ્યા. “અત્યંતર સેવક ઉપર સ્વામીએ અધિક પ્રસન્ન થાયજ છે.” જયાનંદ રાજાએ કેટલાએકને તેમના પ્રથમના ગરાસે પાછા આપ્યા અને કેટલાકને નવા ગરાસે આપ્યા, એ રીતે કરવાથી તેમણે સર્વને હર્ષિત કર્યા. “ઉચિતતા એજ હર્ષનું નિધાન છે.” પછી વિરોધી વિદ્યાધરને ખમાવી તથા મિત્ર વિદ્યાધરની રજા લઈ શ્રી જયાનંદ રાજા સર્વ પ્રિયાઓને સાથે લઈને અસંખ્ય સૈન્ય સહિત મોટા વિમાનમાં આરૂઢ થયા. જુદા જુદા વિમાનમાં બેઠેલા ચક્રવેગ અને પવનવેગ કોડે વિદ્યાધર રાજાઓ સહિત તે તાપ ના આશ્રમ તરફ ચાલ્યા. અનુક્રમે ત્યાં જઈ રાજાએ યથાગ્ય પૂજાદિકવડે સર્વ તાપને પ્રસન્ન કર્યો, તેમની પ્રિયા તાપસસુંદરી તેમને જોઈને રૂદન કરવા લાગી, તેણીને રાજાએ આશ્વાસન આપ્યું. પછી જ્ઞાનવડે તે તાપસના વ્રતગ્રહણને સમય જાણી, તેમના પર અનુગ્રહ કરવા માટે શ્રી હેમપ્રભ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે તે હેમજટ વિગેરે તાપસેએ તે ગુરૂની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અને ગિરિચૂડ દેવે તથા શ્રી જયાનંદ રાજાએ તેમને દીક્ષા મહોત્સવ કર્યો. પછી તે ગુરૂને નમસ્કાર કરી તથા તે તાપસ મુનિઓની પ્રશંસા કરી શ્રી જયાનંદ રાજા તાપસસુંદરીને લઈને શીધ્રપણે લક્ષ્મીપુર નગર તરફ ચાલ્યા. મોટા આડંબરથી અસંખ્ય સૈન્ય વડે આકાશને વ્યાપ્ત કરીને આવતા તેમને જોઈને શ્રીવિજય રાજા શત્રુના સૈન્યની શંકા થવાથી યુદ્ધની સામગ્રી સહિત ઉદ્યાનમાં આવ્યા. તેટલામાં મેકલેલા બે વિદ્યાધરેએ તે રાજાની પાસે આવી તેમને પુત્રનું આગમન નિવેદન કરી વધામણું આપી. પુત્રનું આગમન અને તેની આવી મોટી સમૃદ્ધિ જોઈ હર્ષ અને આશ્ચર્યથી વ્યાપ્ત થયેલા રાજાએ તેમને ઉચિત દાન આપ્યું. પછી તે રાજા હાથી પરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust