________________ (પર૪) જયાનંદ કેવળી ચરિત્ર. . નથી, તેમ કુળવંત સ્ત્રીઓ કદાપિ પિતાના કુળને મલિન કરતી નથી. કોઈ ઈંદ્ર, રાજા, કે દેવથી પણ બીજે મહાન પુરૂષ હોય તે પણ બળાત્કારે સતીઓના શિયળનો લોપ કરવા સમર્થ થઈ શકતા નથી. શું સિંહના જીવતાં છતાં તેના સ્કંધપર રહેલી કેસરાને ખેંચવા કોઈ સમર્થ થાય છે? અથવા શું સપના જીવતાં છતાં તેના મસ્તક પરના મણિને ગ્રહણ કરવા કેઈ સમર્થ થાય છે? શું કોઈપણ શૂરવીર શેષનાગના મસ્તકપર રહેલા મણિને, વાઘણના દૂધને કે ચમરી ગાયના પુચ્છને તેના જીવતાં લેવા સમર્થ છે? નથીજ. એ જ પ્રમાણે સતી સ્ત્રીઓ જીવતાં છતાં તેમના જીવનના શ્રેષ્ઠ અલકારરૂપ શિયળરૂપી માણિજ્યને લેવા માટે કયો પુરૂષ ચતુરાઈને ધારણ કરી શકે તેમ છે? તોપણ મારા શિયળરૂપી સર્વસ્વને લુંટી લેવા આ ચતુર લંપટ ઈચ્છા કરે છે, તેથી મારે તેને બરાબર શિક્ષા આપવી જોઈએ.” - અ આ પ્રમાણે વિચાર કરી પિતાના શિયળનું રક્ષણ કરવામાં તત્પર અને સર્વ સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ પોતાની દાસીઓને કહ્યું કે –“તમે તેની પાસે જઈને આ પ્રમાણે કહે કે— હે સારા સ્વરવાળા ! અમારી સ્વામિની સ્નાન, અંગરાગ અને ભોગાદિકની સર્વ સામગ્રી પર્વક અભૂત શૃંગાર સજીને જેટલામાં તારી પાસે આવે ત્યાં સુધી તેણે આપેલા આ મણિમય પત્યેકને વિષે સુખે કરીને બેસ, તથા મનહર પદાર્થો વડે સંસ્કાર કરેલું તેણીએ આપેલું આ તાંબૂલ તું ગ્રહણ કર, અને આ મુખવાસને આસ્વાદ કર. આવાં આવાં વિવેકવાળાં વચને કહીને તે પુરૂષને બાહ્ય ઉપચારથી પ્રીતિ પમાડવાવડે થોડો વખત પ્રસન્ન કરે; અને આ પ્રમાણેના આદર સહિત સવે બાહ્ય ઉપચાર કરીને તેનું વૃત્તાંત મને જણાવજે, પરંતુ તેને આપવાના તાંબુલમાં આટલું વિશેષ કરજે કે –ધણી તૃષા લાગે તેવા અને ઘણું સુગંધવાળા પદાથો તે તાંબૂલમાં ભેળવજે.” આ પ્રમાણે તેમને શિખામણ આપીને ચતુર બુદ્ધિવાળી તે રતિસુંદરી પિતાના આવાસગ્રહમાં જઈ ૫૯યંકર સખે બેઠી. તેની દાસીઓ તેણીની શિક્ષા અંગીકાર : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust