________________ (પર૮) જયાનંદ કેવળી ચરિત્ર. કપિરૂપ બનાવી ચાબકાવડે વારંવાર તાડન કર્યું. ત્યારપછી તેને દાસીઓ દ્વારા નૃત્ય કરાવવા લાગી, અને “અરે! તને હમ કુંજ ચૂલામાં નાંખી દઈશ” એમ કહીને તેને અત્યંત ભય બતાવવા લાગી તથા તાપ પમાડવા લાગી. આ પ્રમાણે ભય બતાવવા ઉપરાંત વારંવાર તે તેને કહેતી હતી કે –“હે દુરાચારી ! હે દુમંદી ! સ્વામીના દ્રોહનું અને પરસ્ત્રીની ઈચ્છાનું અ૫ ફળ હમણું તો તું ભેગવ. બાકી સર્વ દ્રોહમાં સ્વામીને જે દ્રોહ કરે તે અત્યંત દુસ્તર અને મહા પાપમય છે, તેનું પૂર્ણ ફળ તો કહેવાને પણ કેણ સમર્થ છે? પરસ્ત્રીને ભેગવવાની માત્ર ઈચ્છા કરવાથી પણ જે અશુભ ઉત્પન્ન થાય છે, તેના વિપાકનો પાર પામવા કયા સમર્થ પુરૂષ પણ શકિતમાન થાય ? મનુષ્યને પરસ્ત્રીગમન કરવાની જે આશા છે તે ખરેખર પાશરૂપ જ છે, તેનાથી પીડા પામેલા જીવે અનંતભવ સુધી જન્મ મરણ પામે છે અને અનંત સંસારમાં પરિ ભ્રમણ કરે છે. કહ્યું છે કે-“કેટલાક જીવે ભેગને ભેગવ્યા વિના પણ તેમાં આસક્તિ માત્ર રાખવાથી પણ અનંત સંસારી થાય છે.” વળી કહ્યું છે કે -" વિષ અને વિષય એ બેની વચ્ચે મોટું અંતર છે; કેમકે વિષ તે ખાધું હોય તેજ હણી શકે છે, અને વિષયે તો સ્મરણ કરવાથી પણ હણે છે. તેથી હે મૂખ! જે તું આ ભવ અને પરભવને વિષે તારા આત્માનું શુભ ઈચ્છતો હા, તે સર્વ પ્રકારે પરસ્ત્રી સંબંધી વાંચછાનો ત્યાગ કર.” આ પ્રમાણે તે રતિ- . સુંદરીએ તેને ઘણે પ્રકારે હિતને ઉપદેશ કર્યો. જો કે તેણીને તેણે ઘણે સંતાપ પમાડ્યો હતો, પણ તે તો ઈક્ષની જેમ મિષ્ટ રસને જ આપતી હતી. આવો તેણીનો ઉપદેશ સાંભળી તથા પિતાનું નિંદ્ય કર્મ જાણું તે સૂરદત્ત વારંવાર ઘણે પ્રકારે શોચ કરવા લાગ્યા. હમેશાં બંધાદિક પરાભવને સહન કરતે અને દીન મુખવાળે તે ચિરકાળ સુધી નિરંતર અશ્રુ પાડતો સતો જણાવતો હતો કે –“મને હવે મુકત કરે, મુકત કરો.” ત્યારે મર્કટપણાને પામેલા તે પાપીને તે કહેતી હતી કે–“હમણાં તું ઘણું દુ:ખથી તાપ પામ્યું છે, તેથી આ પ્રમાણે બેલે છે; P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust