________________ (558) જયાનંદ કેવળી ચરિત્ર. દ્ધિને ધારણ કરનારા હે સ્વામી! કલ્યાણના સમૂહને કરનારા અને વિશ્વને હર્ષ આપનારા ગુરૂમહારાજના આગમનરૂપ ઉત્સવવડે આજે તમે વૃદ્ધિ પામે છે. (એટલે તમને ગુરૂના આગમનની વધામણી આપું છું.)” તે સાંભળી નિર્મળ મતિવાળા રાજાએ તેને પુછયું કે –“હૃદયમાં રહેલા ગાઢ આનંદરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન હે વનપાળ ! વિશ્વના ગુરૂ અને ગુણના સાગરરૂપ કયા ગુરૂમહારાજાએ આપણું વનને પવિત્ર કર્યું છે?” ત્યારે વનપાલે પૃથ્વીરૂપ આકાશને વિષે ચંદ્રસમાન અને અપાર કીર્તિવાળા તે રાજાને કહ્યું કે –“હે પ્રભુ! વખાણવા લાયક એવી તમારી પૃથ્વીને વિષે અત્યંત પ્રભાવવાળા ચકાયુધ સૂરીશ્વર પધાયો છે. તેમનું નામ શ્રવણ કરવાથી જ પ્રાણુઓનાં સર્વ દુઃખે ત્રાસ પામે છે, તે ગુણલક્ષમીનાં ધામ છે, પ્રીતિનાં પાત્ર છે, તેમનું શરીર કાંતિના સમૂહને વિસ્તારે તેવું છે, તેમને લેકાવધિ કરતાં પણ વિશેષ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, ઉત્તમ સાધુસમુદાય તેમની સેવા કરે છે, વિકસ્વર એવા આપણું ઉદ્યાનમાં નિર્દોષ એવા ગાઢ છાયાવાળા પ્રદેશને આશ્રય કરીને તેઓ રહેલા છે, તેમની સાધુચર્યા મનહર અને લેકોત્તર છે, તેઓ શ્રેષ્ટ ચારિત્ર પાળવામાં અગ્રેસર છે, તેમનો પ્રતાપ જગતમાં સૂર્યના તેજને પણ જીતે છે, તેઓ દર્શનથી જ વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, તેમના વચનનો વિસ્તાર અમૃતને પણ વ્યર્થ કરે છે, અને તે અનેક ઉત્તમ લબ્ધિના નિધાન છે. આવા તે મુનીંદ્રને જોઈ માત્સર્યનો ત્યાગ કરી પુણ્યરૂપી વિત્તવાળા ઘણા ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત દીક્ષાદિક અંગીકાર કરવાને ઉત્સાહી બને છે. પૂર્વના અગણિત પુણ્યના ઉદયથી જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું હોય છે એવા સત્પરૂષને જ આવા સશુરૂનાં દર્શન થઈ શકે છે. તેથી તમે શીધ્રપણે સવવડે નૃત્ય કરતા પુણ્યના રંગવડે તરંગવાળા થઈ માટી સમૃદ્ધિ સહિત ઉદ્યાનમાં પધારી તે સદ્દગુરૂને વંદના કરો. " આ પ્રમાણેની તેની વાણું સાંભળી શરીરપર રોમાંચના સમૂહને ધારણ કરતા જયાનંદ રાજાએ હર્ષ પામી પોતાના શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust