________________ ચૌદમે સગે. (પ૬૩) કરવા માટે શ્રીજયાનંદ રાજા વિગેરે સવે એક ક્ષણવાર મનપણે રહ્યા, તેટલામાં તેઓ સર્વે લઘુકમી હોવાથી તત્કાળ જાતિસ્મરણજ્ઞાન પામ્યા, એટલે તે પૂજ્ય ગુરૂમહારાજને તેઓએ કહ્યું કે“હે પ્રભુ! તમારું વચન સત્ય છે. અમને હમણાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે, તેથી અમે તે સર્વ વૃત્તાંત આપે કહ્યા પ્રમાણે જાણી શકીએ છીએ. હે પ્રભુ! પુર્વભવમાં અમે જે ભવસ્થિતિ અનુભવી છે, તે જ પ્રમાણે તમે કહી છે, અને તે અમે અત્યારે જાતિસ્મરણથી જોઈએ છીએ.” ફરીથી શ્રીજયાનંદ રાજાએ મસ્તક નમાવી નિર્મળ ચિત્તવડે ગુરૂ મહારાજને પૂછયું કે-“હે ભગવાન ! હે સદ્દગુરૂ ! મારા પિતા અને મારા કાકાએ જે દિવસે દીક્ષા લીધી છે ત્યારથી તેમનો જે વૃત્તાંત હોય તે કહે અને હવે પછી તેમની કેવી કેવી ગતિ થશે તેને તથા તેમને મોક્ષ પ્રાપ્તિ થતા સુધીનો વૃત્તાંત કહે.” આ પ્રમાણે જયાનંદ રાજાએ પૂછવાથી ગુરૂ મહારાજ સ્નેહથી બેલ્યા કે–“હે રાજા ! સાંભળો તમારા પિતા અને તમારા કાકાએ જે દિવસે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેઓ ગુરૂની સાથે વિચરવા લાગ્યા. બાર વર્ષ સુધી અભ્યાસ કરી ગ્રહણું અને આસેવના એ બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા. શ્રુતપાઠ અને પ્રત્યુપેક્ષા વિગેરે ક્રિયામાં સમગ્રપણે કુશળ થયા. સર્વ શ્રુતને અર્થ ગ્રહણ કરી તે બને ઉત્તમ વ્રતનું પાલન કરતા સતા જિનશાસનમાં નિપુણ થયા. અતિચાર રહિત ચારિત્ર પાળવામાં તત્પર એવા તે બન્ને ચિરંતન મહર્ષિઓ ચિરકાળસુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી પર વિચર્યો. ગુરૂની આજ્ઞા પાળવામાં તત્પર, નિરતર શુદ્ધ સાધુની ક્રિયા કરવામાં આસક્ત, ગુરૂની ભક્તિ કરવામાં અત્યંત મગ્ન, ક્ષુલ્લક સાધુઓ ઉપર વત્સલતા રાખનારા, વૃદ્ધ મુનિઓનો વિનય કરનારા, સાધુઓને વિષે પ્રેમવાળા, વૈયાવૃત્ય કરવામાં ઉત્સાહી, નિત્ય તપસ્યા કરવામાં તત્પર, સાધુના સત્તાવીશ ગુણે કરીને સહિત, સમતાને ધારણ કરનારા, ઇન્દ્રિયનું દમન કરનારા, રાગ દ્વેષથી રહિત, ઉદાર આશયવાળા, સ્પૃહારહિત, મમતા રહિત, ગ્રામ કે ઉપાશ્રય વિગેરે સ્થાનમાં પ્રતિબંધ રહિત, પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust