________________ ચૌદમે સર્ગ. (પ૬૭) . સર્વ ચરિત્ર પ્રથમથી કહ્યું હતું. તે સર્વ સાંભળીને તથા મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વડે પણ જાણીને તમને પ્રતિબોધ કરવા માટે હું શીધ્રપણે અહીં આવ્યો છું. તમે પૂર્વભવમાં શુદ્ધ જિનધર્મ પમાડી મારાપર અત્યંત ઉપકાર કર્યો છે, તેથી તે ઉપકારને પ્રત્યુપકાર કરવા માટે વિહરમાન જિનેશ્વરની પાસે જઈ તમારૂં સર્વ ચરિત્ર પૂછી તેમનાથી તે સર્વ જાણી હું હમણું અહીં આવ્યો છું અને પ્રત્યુપકાર કરવાની બુદ્ધિવાળે હું તમને વિશેષે કરીને પ્રતિબોધ આપું છું. તેમજ મારા આત્માને સંસારસાગરથી તારૂં છું. હવે હે રાજા ! તમે પ્રતિબોધ પામે, પ્રતિબોધ પામો. જરા પણ પ્રમાદ ન કરે. જે મૂઢ જનો હોય તે જ વિષયોમાં તો મોહ પામે છે. પરંતુ સત્પરૂ તો કોઈ પણ પ્રકારે તેમાં મેહ પામતાજ નથી. કહ્યું છે કે આ જગતમાં જે ખરે સ્વાર્થ સાધવાને છે, તે આત્મહિતજ છે, અને જે આ જન્મને વિષે તથા પરજન્મને વિષે સુખના હેતુભૂત હોય તે જ ખરે સ્વાર્થ કહેવાય છે.” તેથી કરીને વ્યવહારની વિશુદ્ધિ, અરિહંત અને ગુરૂની ભક્તિ, જીવદયા, ઇંદ્રિયદમન, દાન, શીળ, તપ, ભાવ અને સક્રિયાનું આરાધન -એ સર્વ મોક્ષનું અંગ હોવાથી તથા ધર્મરૂપ હોવાથી સાચા સુખનાં કારણ છે, તેનું આરાધન કરવું તેને જ જિનેઢોએ આત્મહિત કહ્યું છે. કામ અને અર્થને બાધ ન આવે એવી રીતે સર્વ શુદ્ધ વ્યવહારાદિકને જે આત્મહિતના અથી જ કરે. તો તેઓ પરિણામે ઈષ્ટ ફળને પામે છે, કેમકે કલ્પવૃક્ષની જેવા તે વ્યવહારાદિકથી જ તેવાં ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયોના જે વિષય તે કામનું સ્વરૂપ છે. તે વિષમ અને ભયંકર છે. તેને તજવા તેજ દુષ્કર છે. સર્વ વિષયોમાં પણ સ્ત્રી સાથેને વિષય અતિ દસ્તર છે. કહ્યું છે કે –“જે મનુષ્ય મોક્ષની ઈચ્છાવાળે, સંસારથી ભય પામેલે અને તેથી કરીને જ ધર્મના આરાધનમાં તત્પર રહેલો હેય, તે મનુષ્યને જેવી મનોહર સ્ત્રી તજવી મુશ્કેલ છે, તેવું આ જગતમાં બીજું કાંઈ મુશ્કેલ નથી. તેથી જે મનુષ્ય તે સ્ત્રીના સંગને તજે છે, તેને બીજા વિષયે સુખે કરીને તજવા લાયક થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust