Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 587
________________ (568) જયાનંદ કેવળી ચરિત્ર. છે. કેમકે મહાસાગરને તર્યા પછી શું બીજી સર્વ નદીઓ દુઃખે તરવા લાયક થતી નથી? સુખે કરીને જ તરી શકાય છે.” આ પાંચ પ્રકારનું કામ જ આત્માનું હિત ઈચ્છનારા જનેએ તજવા લાયક છે. કેમકે આ કામને જ પંડિત શલ્યાદિકની ઉપમા આપે છે. તે વિષે કહ્યું છે કે-“કામ જ શલ્ય રૂપ છે, કામ જ વિષ સમાન છે, અને કામ જ આશીવિષ સ જે છે. કામની પ્રાર્થના કરનાર મનુષ્યો તે કામને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. " આ પ્રમાણે કામની પ્રાર્થના પણ મહા દુર્ગતિના દુઃખને આપનારી - થાય છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તેથી ડાહ્યા પુરૂષોએ તેને ત્યાગ કરવો તે જ ઉચિત છે. જે બુદ્ધિમાન જનો કામસેવાને ત્યાગ કરી એક ધર્મને જ સેવે છે, તથા જેઓને તત્ત્વની જ સ્પૃહા છે, તેઓ જ આ પૃથ્વીતળમાં ધન્ય છે. તત્ત્વને જાણનાર ગૃહસ્થ પુત્રાદિક પામવાની ઈચ્છાથી જ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યને પાળી આસક્તિ વિના જ કામને સેવે છે. કહ્યું છે કે- તત્ત્વને જાણનાર શ્રાવક તીવ્ર અભિલાષાનો ત્યાગ કરી તથા પાંચ તિથિઓમાં બ્રહ્મચર્યનું પાલન કરી પરિમિત દિવસને વિષે જ પાંચ પ્રકારના - વિષયસુખને ભગવે છે.” આ શાસ્ત્રના વચનમાં કોઈ શંકા કરે કે-દિવસે મૈથુન સેવવાની અત્યંત નિંદા કરી છે, તે “દિવસને વિષે” એમ કેમ કહ્યું?” આ શંકાને ઉત્તર એ છે જે–અહીં દિવસ શબ્દનો અર્થ રાત્રિદિવસ રૂપ આઠ પહોર એવે છે. જેમ પર્યુષણા કલ્પમાં “છઠ્ઠી તિવ” એ શબ્દ લખી છઠને દિવસે તીર્થકરનું ચવન અને જન્મ થવાનું લખે છે. તે વન અને જન્મ મધ્ય રાત્રિએ જ સંભવે છે. તેની જેમ અહીં પણ જાણવું.. આ પ્રમાણે આગમના તત્વને હૃદયમાં નિશ્ચય કરી કૃત્યને જાણનાર પુરૂષ જન્મથી આરંભીને શુદ્ધ શિયળને જ પાળે છે. તેવી શક્તિ ન હોય તો પુરૂષે સ્વદારા સંતોષનું વ્રત પાળવું જોઈએ, અને સ્ત્રીએ પિતાના ભર્તારથી જ સંતોષ રાખવો જોઈએ.”, ' ' ' . આ પ્રમાણે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું અને શ્રી ચંદ્રાયુધ રાજર્ષિએ વાણુના વિષયમાં કરેલું સુકૃત કર્ણના અતિથિ રૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595