________________ ચૌદમો સર્ગ. ' ( પ૭૧). બર, સર્વ સમૃદ્ધિ અને સર્વ વાજિત્રા પ્રકાશિત થયાં, ગીતગાન થવા લાગ્યાં, ઈચ્છિત મહાદાને અપાવા લાગ્યાં, ધવલમંગળ થવા લાગ્યાં, વિચિત્ર પાત્રોનાં નાટકો થવા લાગ્યાં, અસંખ્ય મંગળ પાઠક બિરૂદાવળી બોલવા લાગ્યા; છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, ધ્વજ, કુંભ વિગેરે અષ્ટમંગળ આગળ ચાલ્યાં, ગણતરી ન થઈ શકે તેટલા પાયદળ, ચતુરંગ સેન્યનો સમૂહ, ચોતરફ પ્રસરતા કરોડો દે અને વિદ્યાધરો વિગેરે. પણ અનુક્રમે યથાયોગ્ય ચાલ્યા, વખતે પાસે રહેલા સુર અને કિંજરો પણ હર્ષથી તે ઉત્સવ જેવા આવ્યા. તેઓ પુષ્પવૃષ્ટિ કરી મનોહર ગીત નાટ્ય અને સંગીત કરવા લાગ્યા, દુંદુભિ વિગેરે વાજિત્રાના દિવ્ય ધ્વનિએ આકાશ ભરી દીધું, પારજનોના સમૂહોએ પણ તે ઉત્સવમાં ઘણી શોભા વધારી દીધી. એ રીતે સર્વ પ્રકારે સુષમા કાળના મહિમાને વિસ્તારે એવા નવીન મહોત્સવ પૂર્વક શ્રીજયાનંદ રાજા પોતાની રાજધાનીમાંથી નીકળી મનોરમ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકા પરથી ઉતરી, ગુરૂની પાસે આવી, વિધિપૂર્વક સર્વ અંગ નમાવી હર્ષથી ગુરૂમહારાજને વંદના કરી. પછી વૈરાગ્ય રંગથી તરંગિત થયેલા, અને સાહસિક જનમાં અગ્રેસર તે શ્રી જયાનંદ રાજાએ સર્વ સ્વજનોની રજા લઇ સર્વ વસ્ત્ર તથા અલંકારોને ઉતારી પંચમુષ્ટિ લેચ પૂર્વક સર્વ મુનિઓમાં ઉત્તમ એવા શ્રીગુરૂ પાસે ઉત્તમ સર્વવિરતિ ગ્રહણ કરી. ત્રણ ખંડ પૃથ્વીના ભત્તર શ્રીજયાનંદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે સાર્થવાહની જેમ તેની સાથે લાખો મનુષ્યએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. પોતપોતાના પરિવાર સહિત અંત:પુરની સ્ત્રીઓએ અને રતિસુંદરી વિગેરે પટ્ટરાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી, તેમજ તેના ઘણા પુત્રો અને પાત્રોએ તથા હજારે રાજાઓએ પણ પોતપોતાના અંત:પુર અને પરિવાર સહિત તેમની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે લોકોને વિષે, આખા દેશને વિષે અને રાજકુળને વિષે સર્વત્ર સંસારને ઉચ્છેદ કરવામાં નિપુણ એવા હર્ષને ઉદય ચોતરફ પ્રસર્યો. . . . પછી સંયમરૂપી મોટા સામ્રાજયને પામેલા પિતાના પિતા U + P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust