________________ (572) જયાનંદ કેવળી ચરિત્ર, શ્રીમાનું શ્રીજયાનંદ રાજર્ષિ તથા તેમના ગુરૂને આનંદથી વંદના કરીને પાછા જવાને અવસર થયે જાણી શ્રી કુલાનંદરાજા દીક્ષા લેતાં બાકી રહેલા પોતાના બંધુઓ, પુત્ર, મંત્રીઓ અને સામત સહિત તથા સર્વ પ્રજા અને ચતુરંગ સૈન્ય સહિત પોતાના નગરમાં પાછા આવી રાજ્ય કરવા લાગ્યો, અને પગલે પગલે પોતાના પિતા શ્રીજયાનંદ રાજર્ષિનું સ્મરણ કરી જૈનધર્મનું આરાધન કરવા લાગ્યો અને પ્રજાને પણ ધર્મમાં પ્રવર્તાવવા લાગ્યા. ' છે. ત્યારપછી શ્રીજયાનંદ રાજર્ષિએ સૂરિ મહારાજની સાથે તે સ્થાનેથી વિહાર કર્યો, અને સંયમનું આરાધન કરવાને ઉદ્યમવંત થયા. સર્વ સાધુજનોને સંમત એવા તે રાજર્ષિ વિનયવડે ગુરૂમહા રાજ પાસે સાધુની સર્વ સામાચારી યથાર્થ પણે શીખી તે પ્રમાણે ગર્વરહિતપણે વિધિયુકત પ્રવર્તવા લાગ્યા. દીક્ષાના પ્રથમ દિવસથી જ સર્વ ઉદ્યમવડે સર્વ શ્રુતને અભ્યાસ કરતાં થોડા કાળમાં બાર અંગ ભણી ગયા. નિઃસંગ ચિત્તવડે પાંચે સમિતિને પાળતા, ત્રણે ગુપિવડે ગુપ્ત, ક્ષણે ક્ષણે પ્રમાદ રહિત, મમતાથી મુક્ત, કષાય વજિત, સાધુના સદ્ગુણવડે અલંકૃત, શઠતા રહિત, તપનું સ્થાન, અને યતનાને વિષે અત્યંત તત્પર એવા તેમને યોગ્ય જાણીને ગુરૂએ સૂરિપદ આપ્યું. પછી પ્રશસ્ત બુદ્ધિવાળા, વિવિધ પ્રકારના અતિશય ચુત, છત્રીશ ગુણેની ખાણ, અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરનારા શ્રી જયાનંદ સૂરિએ ગુરૂની આજ્ઞાથી સાધુઓને શ્રુતજ્ઞાન ભણાવતાં ચિરકાળ સુધી પૃથ્વીતળપર વિહાર કરી તેને પવિત્ર કર્યું. એકદા શ્રીજયાનંદ સૂરિ મહોત્સવ સહિત ગુરૂમહારાજને વંદન કરવા આવ્યા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂમહારાજ શ્રી ચક્રાયુધ સૂરીશ્વર વિહારના અનુક્રમે લક્ષમીપુર નગરની સપપે આવેલા કેઈ શાખાપુરમાં રહેલા હતા. તેમણે પોતાના આયુષ્યને અંત સમીપ જાણે, તેથી તેમણે રાજર્ષિ શ્રી જ્યાનંદ સૂરિરાજને ગચ્છને ભાર સોંપી ગણધર પદવી આપી. અને પોતે કે નજીકના તીર્થે જઈ શિષ્ય અને ઉપધિના પરિગ્રહને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust