Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 592
________________ ચૌદમે સર્ગ. ( 573) ત્યાગ કરી (સિરાવી) પાદપપગમન અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસે તેમના સમગ્ર કર્મના ક્લિષ્ટ બંધનેનો ક્ષય થયે, એટલે તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતકૃત કેવળીપણે તેઓ મુકિતને પામ્યા. તે વખતે પાસે રહેલા દેવતાઓએ ગીત અને સંગીત સહિત લાખ દિવ્ય વાજિત્રોના નાદવડે તેમને નિર્વાણમહોત્સવ કર્યો. આ હકીકત સાંભળી શ્રી જયાનંદસૂરિને ઉત્કટ અને અપ્રતિપાતિ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તત્કાળ તેઓ પર્વતના દુર્ગ જેવી ક્ષપક શ્રેણિપર આરૂઢ થયા. અને શત્રુના સર્વ સૈન્યને જીતે તેમ સમગ્ર વિશ્વને જીતનારા તેમણે ચાર કર્મ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું, અને સર્વ રાજર્ષિઓના મહેંદ્રરૂપ તેમણે સારભૂત વસ્તુની જેમ લેક અને અલકના અગ્રભાગ પર્યત પહોચે તેવું અનંત અને ઉજવળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વખતે તેમના મહિમાથી આકર્ષાઈને આવેલા ઘણા વૈમાનિક દેવોએ એકઠા થઈ તેમના કેવળજ્ઞાનની ઉત્પત્તિને મહોત્સવ કર્યો. પ્રથમ તે દેવોએ હજાર પાંખડીવાળું સુવર્ણનું મોટું દિવ્ય કમળ વિકવ્યું, અને તેની ઉપર કેવળી મહારાજને બેસાડ્યા. પછી તે ભગવાનને નમસ્કાર કરી સર્વ દેવો અને બીજા આવેલા પિરજને યથાયોગ્ય સ્થાને તેમની સન્મુખ બેઠા. એટલે તે કેવળજ્ઞાની ગુરૂમહારાજે તેમની પાસે ભવ્ય પ્રાણીઓના અનુગ્રહને માટે રસિક દષ્ટાંતે, હેતુઓ અને યુકિતના સમૂહવડે સારભૂત દાનાદિક ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપે. .' ' ' - આ અવસરે શ્રી કુલાનંદ રાજા પોતાના પિતાના કેવળજ્ઞાનનો ઉત્સવ થતો જાણી સર્વ સૈન્ય અને પરિવાર સહિત શીધ્રપણે તેમને વાંદવા માટે ત્યાં આવ્યું. વિશ્વને વંદ્ય અને પૂજ્ય એવા કેવળી પિતાને જે તે રાજાએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરી વિધિપૂર્વક તેમને વંદના કરી. પછી તે રાજા ગુરૂની સ્તુતિ કરી વિનયવડે બે હાથ જોડી યોગ્ય સ્થાને બેઠે. તેને શ્રી જયાનંદ કેવળીએ બાર હતરૂપ શ્રાવક ધર્મને વિસ્તારથી ઉપદેશ કર્યો, એટલે તે પ્રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595