________________ ( 574) જયાનંદ કેવળા ચરિત્ર. . કેને હર્ષ આપે એવું નથી ? અર્થાત્ સર્વ જીવોને આ ચરિત્ર વાંચતાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય તેમ છે. . ઇતિ શ્રી તપગચ્છનાયક શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સોમસુંદરસૂરિની પાટે પ્રતિષ્ઠા પામેલા શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના “જયશ્રી” ચિન્હવાળા આ ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજર્ષિની દીક્ષા અને કેવળજ્ઞાનાદિકના વર્ણનવાળે આ ચાદમે સર્ગ સમાપ્ત થયે. - - અથ પ્રશસ્તિ . : ચંદ્રકુળમાં તપગચ્છને વિષે શ્રી સમસુંદરસૂરિની પાટે પ્રતિષ્ઠિત થયેલા શ્રી મુનિસુંદરસૂરીશ્વરપ્રસિદ્ધ છે. તેઓ મરકી, ઈતિના ભય અને દુકાળ વિગેરેનું નિવારણ કરનાર સંતિકરસ્તવવડે સંઘની રક્ષા કરી પિતાના ઉત્કટ ગુણવડે શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા થયા છે. તથા તેઓ પિતાની શકિતથી મારવાડ આદિક દેશોમાં અમારી પડતની ઘેષણ વડે પ્રસિદ્ધ થઈ શ્રી હેમચંદ્રસૂરિનું સ્મરણ કરાવે છે. તે ઉત્તમ ગુરૂના મોટા શિષ્ય શ્રી ચંદ્રરત્ન ગણિ નામના પંડિતે ગુરૂભકિતને લીધે આ ચરિત્ર શોધી શોધીને શુદ્ધ કર્યું છે, તે ચરિત્રને જ્યાં સુધી ગંગા નદીના તરંગે વિદ્યમાન હોય અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય ઉદય પામતા હોય ત્યાં સુધી અનેક પંડિતે વાંચ્યા કરે. ઈતિ શ્રી જયાનંદ ચરિત્રની પ્રશસ્તિ. છે શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - સમાપ્ત. v = = = = = [ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust