________________ (574) જયાનંદ કેવળી ચરિત્ર બાધ પામ્યું. ત્યારે તેને આદરથી ગુરૂમહારાજે સમકિતના પાઠ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું. કેટલાક ભવ્યજનોને સાધુધર્મ અને કેટલાક અન્ય જનોને વિવિધ પ્રકારના અભિગ્રહ અંગીકારે કરાવી શ્રીગુરૂમહારાજે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. , , * શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીએ ચિરકાળ સુધી ગામ, આરામ; આકર, પુર અને નગર વિગેરે કરડે નાના મોટા સ્થાનમાં વિહાર કરી તે તે સ્થાને રહેલા દુષ્કતવડે પાપી થયેલા પ્રાણીઓને પણ આલોચના પ્રાયશ્ચિત્ત વિગેરે સુકૃતના સમૂહ આપી તેમને પાપરહિત કર્યા. તેથી તેઓ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. તેમના ઉપદેશરૂપી વનમાં પદ્યરૂપી ગ્રહને વિષે રહેલા હંસની જેમ ઉત્તમ ભવ્યજનો ધર્મામૃતરૂપી જળમાં યથેષ્ઠ ક્રીડા કરી અત્યંત સંતુષ્ટ થયા. તેમની ધર્મદેશનારૂપ નદીને વિષે ભવ્ય જનેના મનરૂપી મત્સ્ય મજજનેન્મજજનાદિકવડે પ્રીતિનું સુખ મેળવવા લાગ્યા. તેમની ધર્મદેશનારૂપ ગંગાનદીના પ્રવાહવડે વૃક્ષ, તુણે અને ઔષધિની જેવા ભવ્ય જેને રસકસવાળા થઈ સુખરૂપી ફળોને ધારણ કરી અત્યંત શોભવા લાગ્યા. સાર્થવાહ સમાન તે ગુરૂ મહારાજ શ્રીધર્મપત્તન નામના નગરથી વિવિધ પ્રકારના પુણ્યરૂપી કરીયાણુઓ લાવી આપી ભવ્ય જનોને સુખી કરવા લાગ્યા કરૂણાના સાગરરૂપ મહા સાર્થવાહ જેવા તે અનંત જ્ઞાનવાળા ગુરૂ મહારાજના પ્રસાદથી કેટલાક જીવ કેવળી થઈ સર્વાર્થસિદ્ધિની (મેક્ષની) સંપતિને પામ્યા, કેટલાક વૈમાનિક દેવની સમૃદ્ધિને પામ્યા, કેટલાક અનુત્તર વિમાનની સંપદાને પામ્યા. કેટલાક ચક્ર વતી આદિકની સમૃદ્ધિને પામ્યા, કેટલાક નિવૃત્તિને પામ્યા, અને કેટલાક તે જ ભવે ઉજ્વળ કેવળજ્ઞાન પામ્યા. આ પ્રમાણે નિરંતર ઘણું પુણ્યના લાભવડે શ્રી જયાનંદ કેવળીએ ચિરકાળ સુધી ત્રણે જગત સુખમય, પુણયમય અને હર્ષમય કર્યું. તથા બળવાન એવા = અતિશયેની શ્રેણિવડે તેમણે ત્રણે જગતને પ્રસન્ન ક્ય. . . : - 1 મજ્જન એટલે ડુબકી મારવી અને ઉન્મજ્જન એટલે બહાર આવવું વિગેરે. 2 ધર્મરૂપ પાટણ .. . . . . . . અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust