Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 594
________________ - ચૌદમા સંગે. એ ( 5). હવે ભગવાન શ્રી જ્યાનંદ કેવળ પોતાને નિર્વાણ સમય નજીક પ્રાપ્ત થયો જાણી શ્રી શત્રુંજય પર્વત પર પધાર્યા. ત્યાં તેમણે છઠ્ઠ ભક્તાર્થ કરી પાદપોપગમ અનશન કર્યું, અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય આ ચાર અઘાતી કર્મનો ક્ષય થવાથી મહાનંદ (મેક્ષ) પદને પામ્યા. એ અનંત જ્ઞાનવાળા, કર્મ રૂપ અંજન રહિત, સિદ્ધ, બુદ્ધ, અનંત આનંદ વીર્ય અને દર્શન સંબંધી સમૃદ્ધિવાળા, પરમાત્મા, ઉત્કૃષ્ટ તિવાળા અને પરબ્રહ્મરૂપ થયા. તે વખતે તત્કાળ ચાર નિકાયના કરોડો દેવો ત્યાં એકઠા થયા અને તેઓએ શક સહિત છતાં પણ એકત્ર થઇ તેમનો નિર્વાણમહોત્સવ કર્યો. તે કેવળીના ગુણો વડે હર્ષ પામેલા દેવોએ પ્રાયે કરીને તીર્થંકરાદિકની જેવો નિવણમહોત્સવનો સર્વ વિસ્તાર કર્યો. પછી નંદીશ્વરાદિક તીર્થમાં અષ્ટાહિકા મહોત્સવ કરી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. - આ પ્રમાણે શ્રીજયાનંદ કેવળી જેવા બીજા કોઈ આવા ગુણવડે ઉત્કૃષ્ટ થયા નથી કે જેઓએ શુભ આચરણ ધારણ કરી પૃથ્વી અને મોક્ષ બનેનું સામ્રાજ્ય ભેગવ્યું હોય. આવા ધર્મમાં અહર્નિશ તંત્પર મનુષ્ય પૃથ્વી પર દુર્લભ જણાય છે કે જેઓ મોટા ગુણવાળા, ઉજવળ યશ અને પ્રતાપવાળા, સૌભાગ્ય અને ભાગ્યરૂપી ધનવાળા, સામ્રાજ્યલક્ષમીવડે યુક્ત, ત્રણ જગતમાં પાપરહિત, ઉત્કૃષ્ટ, સંદર્યને ધારણ કરનારા, નિરંતર દાન આપવામાં ચતુર, અનેક પ્રાણીઓને આનંદ આપનારા અને બાહ્ય કે અત્યંતર, શત્રુઓથી જીતી ન શકાય એવા હોય. આ શ્રીજયાનંદ કેવળી જેવા આ જગતમાં કોઈક જ જીવો પામી શકાય તેમ છે. અરિહંતના મતની ઉન્નતિ કરી અને ભાવશત્રુની વિજયલક્ષ્મીવડે કેવળજ્ઞાન ઉપાર્જન કરી ધન્ય જીવ જ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. તેથી આ શ્રીજયાનંદના દષ્ટાંતવડે બવ્યજીવોએ એમની જેમ ધર્મના આરાધનમાં પ્રયત્ન કરવ. મુક્તાફળના સમૂહની જેમ ઉત્તમ ગુણવડે ગુંથેલું અને પ્રસિદ્ધ એવા અનેક નિર્મળ અવદાલવડે હારની જેવું શોભતું આ ચરિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 592 593 594 595