Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 585
________________ (56) , જયાનંદ કેવળી ચરિત્ર. સિંહસાર દાસ થઈને ભક્તિ વડે જે જે રાજાની સેવા કરતું હતું, તે તે રાજા પ્રાયે મરણ પામતે હતો. તે વખતે પિતાના શરણરૂપ રાજાનું મરણ તે સિંહસારની સેવાને લીધે જ થયું છે, એમ તેના પરિવારને કોઈ પણ પ્રકારે નિર્ણય થતા, ત્યારે તે રાજભકત જન તેને અનેક પ્રકારે મારતા હતા, વિડંબના કરતા હતા અને પછી તે સ્થાનેથી કાઢી મુકતા હતા. આ પ્રમાણે તે પોતાના ઘોર પાપના ફળને ઠેકાણે ઠેકાણે પામ્યો. છેવટ પાપના ઉત્કટ ઉદયથી ચોરની પલ્લીમાં જઈ સર્વ વ્યસનને સેવવા લાગ્યો. તેમાં એકદા કોઈ ઠેકાણે ચેરી કરવા ગયે, ત્યાં તે પાપી પોતાના પાપના ફળરૂપ મરણને પામ્યા. અને મેટી આપત્તિના સ્થાનરૂપ સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાં બત્રીશ સાગરેપમ સુધી ઘણું દુઃખના સમૂહને ભેગવવાને છે. ત્યાંથી નીકળીને તે પાપી વચ્ચે વચ્ચે આંતરાવાળા મસ્યાદિકના ભવો કરી અનંતીવાર સાતે નરકમાં જશે. પછી સર્વ જાતિના તિર્યમાં, દુષ્ટ દેવોમાં અને નીચ મનુષ્ય જાતિમાં અનંતવાર વારંવાર ઉત્પન્ન થઈ પાપ ઉપાર્જન કરી તે દરેક સ્થાને વારંવાર પરિભ્રમણ કરશે. આ પ્રમાણે જેમાં ઉગ્ર દુર્ગતિ, અનંત વિપાક, અને હિંસાદિકથી પ્રાપ્ત થતા અનંત દુઃખે રહેલાં છે એવું આ સિંહસારનું ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો ! તમે પાપનો નાશ કરે એવા પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે હે રાજા! તમારી સાથે તમારી બીજી પ્રિયાએ, બીજા રાજાઓ, સુભટે અને મંત્રીઓ વિગેરે જે જે દીક્ષા ગ્રહણ કરશે, તે સર્વે બાહ્ય તથા અત્યંતર શત્રુઓને જય કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરી અનુક્રમે સ્વર્ગાદિકમાં જઈ મહાવિદેહને વિષે ઉત્પન્ન થઈ થડા ભવમાં અવશ્ય મેક્ષ પામશે. હે રાજા ! આ સર્વના વૃત્તાંત જે મેં તમને કહા છે તે મેં કેવળ મારી બુદ્ધિથી જ કહ્યા નથી, પરંતુ હું એકદા જિનેશ્વરને વાંદવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં પુંડરીકિણ નગરીને વિષે વિચરતા શ્રી અરિહંતના મુખથી મેં સાંભળેલ છે. ત્યાં વ્યાખ્યાન વખતે ભવ્ય જીને બંધ કરવા માટે તે જિનેશ્વરે તમારું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595