________________ - ચૌદમો સગે. (પ૬૫) આ પ્રમાણે બોલ્યા “હે રાજા ! સાભળો તમે અને તમારી સ્ત્રીઓ વિગેરે જે અહીં કલ્યાણના અથી છે, તે સર્વે પ્રાયે આસસિદ્ધિવાળા છો અને અવશ્ય ભવ્ય છે. તેમાં પણ તમે, તમારી પૂર્વભવની બે પત્ની અને હું ચારિત્રનું આરાધન કરી આ ભવમાંજ મોક્ષ પામશું. તેમાં પણ ભવનો અંત કરનાર એવા તમે કેવળજ્ઞાનના ઉદ્યોતથી જગતનો ઉદ્યોત કરી, સત્યમાર્ગને નાશ કરનારા અજ્ઞાનરૂપ અંધકારને સંહાર કરી, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યની જેમ જીવાજીવાદિક પદાર્થો બતાવીને ભવ્ય પ્રાણરૂપ અનેક કમળોને પ્રતિબોધ પમાડશે. ચિરકાળ સુધી પૃથ્વીને પોતાના ચરણકમળવડે. પવિત્ર કરી કાંઈક ઓછા એવા લાખ વર્ષ સુધી કેવળી અવસ્થાને ભેગવશે. કુલ ચારિત્ર પર્યાય પરિપૂર્ણ એક લાખ વર્ષ પૂર્ણ કરી, સર્વ મળીને કુલ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય ભગવી, સર્વ પ્રકારની રોગાદિક વ્યથાએ કરીને રહિત, કામદેવને જીતનાર તથા સમગ્ર દુષ્કર્મનો પરાભવ કરનાર હે શ્રીજયાનંદ રાજા ! તમે મોટા આનંદરૂપ મોક્ષની સંપદાને પામશે અને હું પણ કેટલાક વર્ષ પછી અંતગડ કેવળી થઈને મોક્ષ પામીશ. 1. સિંહસાર ગુરૂકમી હોવાથી પ્રજાને પીડાદિક ઉત્પન્ન કરવાનું લીધે રાજ્યથી ભ્રષ્ટ થયા પછી અનેક પ્રકારના દુ:ખ પામે છે તેનું વૃત્તાંત કહું છું તે સાંભળો–જ્યારે તમારા પિતાએ તે સિંહસારને પોતાના નગરમાંથી કાઢી મૂકે ત્યારે તે પણ તે નગરમાંથી નીકળી ચિરકાળ સુધી ચતરફ ભખે. જે જે નગરમાં, ગામમાં, પુરમાં, દેશમાં કે દિશામાં તે સિંહસાર પોતાની આજીવિકાદિકને માટે જઈને રહ્યો, તે તે સ્થાને પ્રાયે કરીને કલ્યાણની શ્રેણિરૂપ સુભિક્ષને નાશ કરનાર ભયંકર દુકાળ પડવા લાગ્યો, અને સાત પ્રકારની ઈતિઓ ( ઉપદ્રવો ) પ્રગટ થવા લાગી. તે વખતે કઈ નિમિત્તવડે, શુકનવડે કે જ્ઞાનીની વાણીવડે. દુકાળ વિગેરેનું કારણું તે મહાપાપી સિંહજ છે, એમ જ્યારે લોકોના જાણવામાં આવ્યું ત્યારે તે લોકો તેની અત્યંત નિભટ્સના કરવા લાગ્યા અને કોપ પામેલા તે લોકો તેને પોતપોતાના સ્થાનથી કાઢી મૂકવા લાગ્યા. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust