________________ (પ૬૪) જ્યાનંદ કેવળી ચરિત્ર. શરીરની પણ સારસંભાળ નહીં કરનારા, માયાથી મુક્ત થયેલા, માનને ત્યાગ કરનારા, પરીષહ અને ઉપસર્નાદિકવડે ક્ષેભ નહીં પામનારા, પૃથ્વીને વિષે કેઈને પણ ભય નહીં રાખનારા, કષાય રહિત, તપ અને સંયમની ભાવના ભાવનારા અને પિતાના આ ભાનું હિત કરવામાં ઉદ્યમવંત એવા તે બન્ને મહર્ષિઓએ ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. અને એ રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી છેવટ અનશનાદિકવડે ચિત્તની સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બન્ને રાજર્ષિઓ રાનકુમાર અને માહેંદ્ર નામના દેવલેકમાં મહર્થિક દેવ થયા છે. ત્યાં ઈંદ્રના સામાનિક દેવડે પણ પૂજવા લાયક, મેટી ઋદ્ધિવાળા અને મહા કાંતિવાળા તે બન્ને દિવ્યભોગ ભેગવતા સુખને અનુભવ કરે છે. અનુક્રમે સાત સાગરોપમનું. અને તેથી કાંઈક અધિક પ્રમાણવાળું પિતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જૂદા જૂદા દેશમાં. મનુષ્યપણે ઉત્પન્ન થઈ, મેટી પ્રઢતાને પામી, તે બન્ને રાજા થઈને શ્રેષ્ઠ રાજ્યનું પાલન કરશે. ત્યાં શ્રી તીર્થકરના હસ્તવડે દીક્ષા અંગીકાર કરી, ચિરકાળ સુધી ચારિત્રનું નિરતિચારપણે પાલન, કરી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષ પ્રત્યે પામશે.” . . . . . '. આ પ્રમાણે સૂરીશ્વર મહારાજના મુખથી પિતાના પિતા તથા કાકાનું સર્વ ચરિત્ર સાંભળી શ્રીજયાનંદ. રાજા પોતાના હદ યમાં અત્યંત હર્ષિત થયા. પછી ફરીથી ગુરૂને નમસ્કાર કરીને તેમણે પૂછયું કે-“હે પ્રભુ! હવે અમારૂં સર્વનું અને સિંહસારનું ભાવી ચરિત્ર કૃપા કરીને કહે, કે જેથી અમારા મનમાં હર્ષ થાય. હું ભવ્ય છું ? કે અભવ્ય છું ?. ભવ્ય હોઉં તે અભિવમાં મારો મોક્ષ થશે કે બીજા કોઈ ભવમાં મેક્ષ થશે ? એ સર્વ મારા હર્ષને માટે કહે. તથા મારી પત્નીઓ વિગેરે બીજા પણ ક્યારે મેક્ષ પામશે ? એ સર્વ કહો. તેમજ સિંહસારનું શું થયું છે ? અને હવે પછી. તેનું શું થશે? એ વૃત્તાંત તથા તમારી પિતાની એક્ષપ્રાપ્તિ ક્યારેક થશે? તે સર્વ કૃપા કરીને કહો.”, આ પ્રમાણેના તે રાજાએ પુ. છેલા પ્રશ્નોને જ્ઞાનદ્રષ્ટિએ વિચારીને મુનીશ્વર શ્રીચક્રાયુધ રાજર્ષિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust