________________ (પ૬ર) જયાનંદ કવળી ચરિત્ર સાર નામે પુરહિત હતે. તે કેલધમી હોવાથી તમે સર્વ જન સમક્ષ તેને તિરસ્કાર કર્યો હતો, અને રાજાએ તેને દેશમાંથી કાઢી મૂકર્યો હતો. તે ચિરકાળ સુધી ઘણું ભવમાં ભમી કોઈક જન્મમાં પરિવ્રાજક થઈ મરીને જ્યોતિષમાં દેવ થયો. ત્યાંથી આવી પાપાનુબંધી પુણ્યના ઉદયથી તમારા કાકા શ્રી જયરાજાને પુત્ર સિંહસાર નામે તમારે બંધ થયો. તમે પૂર્વે મંત્રીના ભાવમાં રાજાને કહ્યું હતું કે–“આ ચંડાળની સાથે તમારે સંગ કરવો ચગ્ય નથી.” એ શબ્દથી બાંધેલા કર્મને લીધે તમારા ઉપર તેણે આ ભવમાં તેવાજ દોષને આરોપ કર્યો, પરંતુ પૂર્વભવના અને આ ભવના સત્કર્મના ઉદયથી તમને આપેલું ચંડાળપણાનું કલંક ખાતું હોવાથી અલ્પકાળમાં નષ્ટ થયું. પૂર્વભવમાં કૈલાદિક ધર્મના અભ્યાસથી તે સિંહસારનો જીવ નિંદનીય આચરણ કરવામાં અત્યંત ઉદ્યમી હતો, તેથી આ ભવમાં પણ સિંહસાર સ્વભાવે અત્યંત ક્રૂર થયે. તેમજ અત્યંત માયાવી, સર્વ દેષને ધારણ કરનાર, નિર્ગુણ, નિર્દય, ક્રોધી, પગલે પગલે પિતાના આત્માને જ કલેશ ઉપજાવનાર, અન્યાયી, દુર્ભાગી, પાપબુદ્ધિવાળો, નિરંકુશ (ઉદ્ધત.) ધર્મને દ્વેષી અને વિશેષે કરીને જૈનધર્મનું નામ સાંભળવાથી પણ ઈષ્યોને ધારણ કરનાર, અધર્મને પક્ષપાત કરવામાં જ હર્ષવાળો અને અધર્મ નું જ પ્રતિપાદન કરનાર થયો. તે સિંહસાર ઉપર તમે સ્થાને સ્થાને વારંવાર ઘણે ઉપકાર કર્યો હતો, તો પણ પૂર્વભવના વૈરને લીધે તે તમારાપર અંત:કરણથી શ્રેષ જ, ધારણ કરતો હતો. તેથી જ આ ભવમાં તે દુરાત્માએ તમારાં નેત્રો લઈ લીધાં અને પાપકર્મ બાંધ્યું. હે રાજા! આ પ્રમાણે પુણ્ય અને પાપના ફળને સ્પષ્ટ રીતે જણાવનારૂં પૂર્વભવનું વૃત્તાંત સાંભળી તેને હદયમાં ધારણ કરી સદા ધર્મને વિષે ઉદ્યમ કરવો તેજ યોગ્ય છે. તમે અને અમે પૂર્વભવમાં શ્રદ્ધા સહિત અત્યંત શુદ્ધ જૈનધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ આપણે આ ભવમાં પુણ્યાનુબંધી પુણ્યવાળા થયા છીએ.” આ પ્રમાણે શ્રીગુરૂમહારાજે કહેલા સર્વ વૃત્તાંતને કર્ણના અતિથિરૂપ કરી (સાંભળી) તે પૂર્વભવની સ્થિતિને મનમાં ધારણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust