________________ (560) જયાનંદ કેવળી ચરિત્ર. અને મનુષ્યના સમૂહવડે યુક્ત એવી તે પર્ષદાને હર્ષ આપનારી ધર્મદેશના તેમને પ્રતિબોધ આપવા માટે દેવી શરૂ કરી. તેમાં સંસારનો નાશ કરનારી સર્વજનને સાધારણ એવી ધર્મદેશના આપતાં વચ્ચે ક્ષીરાશ્રવલબ્ધિઓ કરીને મને હર એવી વાણીવડે શ્રીજયાનંદ રાજા વિગેરેને પ્રતિબંધ કરવા સારૂ સ્પષ્ટપણે પિતાના પૂર્વભવ સહિત તેમને પૂર્વભવ આ પ્રમાણે કો– હે રાજા ! પુર્વે ઉદ્યાનપાળના ભાવમાં રાજાના પ્રસાદથી બન્ને પ્રિયાઓ સહિત તમે દેવપૂજા કરી હતી તે તમને મહાફળવાળી થઈ છે. ત્યારપછી તમે અતિસુંદર નામે મંત્રી થયા. તે ભવમાં પણ તે પૂર્વ ભવની જ બન્ને પ્રિયાઓ તમારી પ્રિયા થઈ. તે ભવમાં અતિબળ નામના રાજર્ષિ પાસેથી તમે જૈનધર્મ પામ્યા અને તે શુદ્ધ ધર્મનું બન્ને પ્રિયાઓ સહિત તમે આરાધન કર્યું. ત્યાંથી તમે અને તમારી બન્ને પ્રિયાઓ આયુષ્ય પૂર્ણ થયે મહામુક દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને તમે આ ત્રણ ખંડની પૃથ્વીના ભોક્તા થયા. પૂર્વભવમાં જે બે તમારી પ્રિયાઓ હતી તે આ ભવમાં રાજાના કુળમાં રતિસુંદરી અને વિજયસુંદરી નામે ઉત્પન્ન થઈ અને તે તમારી રાણીઓ થઈ. તે બન્ને સર્વ સતીઓમાં શિરોમણિ છે. નરવીર નામના રાજાના તમે મતિસુંદર નામના મંત્રી હતા. તે વખતે તમે મોટા ઉદ્યમથી તે રાજાને જૈન ધર્મ પમાડ્યો હતો. તે ધર્મનું આરાધન કરીને તે રાજા દેવ થયા હતા, અને ત્યાંથી ચવીને ચકના બળવાળો હું ચકાયુધ નામનો વિદ્યાધર ચક્રવતી થયો. પૂર્વે કરેલા ધર્મના આરાધનથી વૈતાઢય પર્વતની અને શ્રેણિના સામ્રાજ્ય સુખને મેં મેળવ્યું. છેવટ તમે મને છે ત્યારે મને વૈરાગ્ય થવાથી મેં દીક્ષા લીધી અને તે મુનિ પણું પાળવાથી હાલમાં હું ચાર જ્ઞાનવાળા થયો છું. મેં પૂર્વે રાજાના ભાવમાં સ્ત્રીને માટે તમને બાંધીને કેદમાં નાંખ્યા હતા, તેથી આ ભવમાં તમે મને બાંધીને કાષ્ટના પાંજરામાં નાંખે. મેં તે વખતે તમને થોડા વખતમાં જ કેદથી મુક્ત કરી બહુમાન આપ્યું હતું, તમે મારાપર ધર્મ પમાડવાવડે ઉપકાર કર્યો હતો, અને આપણું પ્રીતિ દઢ થઈ હતી. તેજ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust