________________ ચદમ સગ. . (550) પર રહેલા વસ્ત્ર તથા તમામ આભૂષણે તે વનપાળને વધામણીમાં આપી દીધાં. પછી હર્ષ પામેલા રાજાએ પટહની ઉષણપૂર્વક સમગ્ર સામગ્રી તૈયાર કરી સૂર્યના નાદવડે આકાશને ભરી દીધું. અને સેના, સેનાપતિ, મંત્રી તથા સામંત વિગેરે સર્વ પરિવારને સાથે લઈ અત્યંત આદરપુર્વક પટ્ટહસ્તીપર આરૂઢ થયા. તેની બન્ને બાજુએ ચામરોના સમૂહ વીંઝાવા લાગ્યા. તેમના મસ્તકપર ધારણ કરેલા પૂર્ણચંદ્રને જીતનાર મોટા છત્રવડે આપને નાશ થઈ ગયા. દેદીપ્યમાન હજારો રાજાઓ વડે મોટી કાંતિવાળા જાણે પૃથ્વી પર આવેલા સૂર્યજ હોય તેમ શોભતા તે રાજા ગુરૂને વંદન કરવા ચાલ્યા. તે રાજાની પાછળ રતિસુંદરી વિગેરે સર્વે રાણીઓ પોતપોતાના પરિવાર સહિત ગુરૂને વાંદવા ચાલી. મટી સમૃદ્ધિવડે સર્વ પૃથ્વીને મેહ પમાડતા તે ઉત્તમ રાજા મહિમાના. સમુદ્ર સમાન, મેહને નાશ કરવામાં દઢ મતિવાળા અને સુર તથા અસુરના સમૂહે પૂજેલા એવા સદ્દગુરૂના દૂરથી દર્શન થતાંજ પટ્ટસ્તી પરથી નીચે ઉતરી ગયા. તેમણે બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ સાચવ્યા, હજારો રાજાઓને સમૂહ તેમની આજ્ઞા પ્રમાણે તેમની પાછળ ચાલ્યા. આ રીતે ગુરૂ પાસે આવી વિવેક અને વિનયથી નમ્ર થયેલા તે રાજાએ ગુરૂને ત્રણ પ્રદક્ષિણું કરી. પછી ઘણા દેદીપ્યમાન તેજવાળા તેણે શુભ બળવાળા અને વિદ્યાચારણ મુનિએમાં અગ્રેસર એવા તે ચકાયુધ સૂરીશ્વરને વિધિથી વંદના કરી. ત્યારે તે મુનીશ્વરે પણ હર્ષપૂર્વક મસ્તકને નમાવતા તે શ્રીજયાનંદ રાજાને પાપને રેપ કરવામાં અર્ગલા સમાન ધર્મલાભરૂ૫ આશીષ આપી આનંદ પમાડ્યો. પછી શ્રીજયાનંદ રાજાએ બે હાથ જોડી આનંદના ઉલ્લાસથી તે વિદ્યાચારણ મુનિઓના આચાચૈ શ્રીચકાયુધસૂરિની સ્તુતિ કરી. ત્યારપછી અનુક્રમે બીજા સર્વ રાજાઓએ, અંત:પુરની સ્ત્રીઓએ અને બીજા પિરાદિકનેએ પણ હર્ષથી તે મુનીશ્વરને વંદના કરી અને તેમની સ્તુતિ કરી, પછી શ્રીજયાનંદ રાજા વિગેરે સર્વે તે ગુરૂની સન્મુખ વિનયથી અનુક્રમે સ્થાને વિધિ પ્રમાણે બેઠા, એટલે તે સદ્દગુરૂએ સુર, અસુર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust