________________ ચૌદમે સગ. . . (557) તેઓ ન્યાયરૂપી માણિકયને ધારણ કરતા હતા, રાજ્યની સુવણમુદ્રાએ કરીને વિભૂષિત હતા, પૂર્વના પુણ્યથી અને દેવોની સહાયથી તેનો કલ્યાણરૂપી કલ્પવૃક્ષ નિરંતર વિકસ્વર રહેતા હતા, અને શ્રીમાન સુવિધિનાથ તીર્થકરના શાસનને ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન હતા. આવા તે શ્રીજયાનંદ રાજાધિરાજ હર્ષવડે પૃથ્વીનું રાજ્ય કરતા હતા. તેણે દુઃખી, અનાથ અને દીનજનોને દાન આપવા માટે ઠેકાણે ઠેકાણે દાનશાળાએ કરીને મને હર એવા દાનમંડપ કરાવ્યા હતા. તેમાં દરેકને દાન આપવામાં આવતા હતા, સુવાને માટે સ્થાન અપાતા હતા, અને પરદેશથી આવતા અનેક લોકોને સંતોષ આપવામાં આવતો હતો. તે રાજાએ અરિહંતને વિષે ભક્તિ હોવાથી દરેક ગામ અને દરેક નગર વિગેરે સ્થાનોમાં જાણે પ્રત્યક્ષ પુણ્યના રાશિ હોય એવા ઉજવળ જિનેન્દ્રના પ્રાસાદો ભક્તિથી કરાવ્યા હતા, અને તેમાં પોતાના પાપસમૂહને દૂર કરવા માટે અરિહંતની કરડે પ્રતિમાઓ ભરાવીને પ્રતિષ્ઠા વિધિ કરવા પૂર્વક સ્થાપના કરી હતી. તે પ્રતિમાઓની નિત્ય પૂજા વિધિ કરવા માટે તે રાજાએ ઉદ્યાન, વાવ, ગામ, ગરાસ વિગેરે વિવિધ સાધનો કરી આપ્યા હતા. જેમ સૂર્ય અંધકારને દૂર કરે તેમને રાજાએ દેશમાંથી દુઃખના સ્થાનરૂપ સાતે વ્યસનોને દૂર કર્યા હતા, તથા તેજને પામેલાં તેમણે ચંદ્રની જેમ બીજા રાજાઓને નિસ્તેજ કર્યા હતા. સદા અનવદ્ય, નવા વૈવનવાળી, આત્ય, આદરવાળી, અને પ્રોઢ (પરણેલી) એવી જાણે સ્ત્રી હોય તેમ પૃથ્વીને પોતાને વશ કરી કૃતજ્ઞ પુરૂષોમાં મુગટ સમાન તે રાજાએ તેને ભેળવીને અત્યંત સુખી કરી હતી. એકદા હર્ષથી જેના મનની રૂચિ દેદીપ્યમાન થઈ હતી એવા ઉદ્યાનપાલકે હજારે રાજાઓથી શોભતી શ્રીજયાનંદ પૃથ્વી પતિની સભામાં આવી સર્વજન પ્રત્યક્ષ તે રાજાધિરાજને સત્ય ભક્તિથી પ્રણામ કરી બે હસ્તકમળની અંજલિને મસ્તકપર તિલકરૂપ કરી વિજ્ઞતિ કરી કે -" હજારો રાજાઓથી સેવાયેલા અને દિવ્ય સમૃ 1 દોષરહિત સ્ત્રી તથા પૃથ્વી. 2 ધાન્ય, ફળ વિગેરે ઉત્પન્ન કરે તેવી પૃથ્વી. 3 સ્ત્રી વિશિષ્ટ રૂપવાળી અને પૃથ્વી સમૃદ્ધિવાળી. 4 ઘન-નિવિડ એવી પૃથ્વી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust