________________ TL TTTT TTTTTT 1 (556). જયાનંદ કેવળી ચરિત્ર. સર્વ રાજાના તિષસમૂહની કાંતિના સ્વામી, પોતાના બળ વડે દૈત્યને (દુષ્ટજનોને) દીનતા આપનાર અને પાસે રહેનારા સેવકેવડે ઉત્કૃષ્ટ બળવાન હતા. આ રીતે તે રાજા સૂર્ય જેવા હતા; તોપણ તે રાજા ક્રૂર (ઉગ્ર) તમ (અજ્ઞાન) નો ગ્રાસ (નાશ) કરી સુર અને અસુરને દાસ જેવા કરતા હતા. (જે કે સૂર્ય કૂર એવા તમ એટલે રાહુને ગ્રાસ કરી શક્તો નથી.) વળી તે રાજાનું તેજ કદાપિ અસ્ત પામતું નહોતું. (સૂર્યનું તેજ તો રાત્રિએ અસ્ત પામે છે.) તે રાજા સદા ઓજસ્ એટલે બળે કરીને સહિત હતા. (સૂર્ય - જસ્ એટલે વિષમ રાશિ સહિત સદા હેત નથી.) તે રાજા શુભ હતા. (સૂર્ય અશુભ ગ્રહમાં ગણાય છે.) તે રાજાને દૈત્ય (રાક્ષસે–દુષ્ટજન) પણ ઉપદ્રવ કરી શક્તા નહતા. (સૂર્યને ઉદય વખતે રાક્ષસોનો ઉપદ્રવ હોય છે.) તે રાજાને કર (વે) સર્વને સુખકારક હતો. (સૂર્યના કર-કિરણે સર્વને સુખકારક હોતા નથી.) તે રાજા સ્થિર હતા. (સૂર્ય સ્થિર હોતો નથી.) તે રાજાનું મંડલ કેઈથી ગ્રસ્ત થતું નહોતું. (સૂર્ય મંડળ રાહુથી ગ્રસ્ત થાય છે.) તે રાજા ક્રૂરજનોથી પરાભવ પામતા નહોતા. (સૂર્ય ક્રૂરરાહુથી પરાભવ પામે છે.) તે રાજા તમનું એટલે અજ્ઞાનનું હરણ કરતા હતા. (સૂર્ય તમનું એટલે રાહુનું હરણ કરી શક્તો નથી.) તે રાજા કમળાવલિ રહિત એવા કુવલયને વિકસ્વર કરતા હતા. (સૂર્ય ૧૪કમલાવલિને વિકસ્વર કરે છે, પણ કુવલયને 5 વિકસ્વર કરતો નથી.) તથા તે રાજાને ઉગ્ર પ્રતાપ ચોતરફ પ્રસરતો હતો, તોપણ તે અત્યંત શીતળ હતો. (સૂર્યને પ્રતાપ શીતળ હોતો નથી.) - તે શ્રીજયાનંદ રાજાના શરીરની ઉંચાઈ સો ધનુષ હતી, તેના શરીરને વર્ણ સુવર્ણ જેવો હતો, તેનું બે લાખ પૂર્વનું આયુષ્ય હતું, તે સદા આનંદમાં રહેતા હતા, તેમનું શરીર નીરોગી હતું, રાત્રિ. 7 પક્ષે રાજા–ચંદ્ર અને ગ્રહાદિક જ્યોતિષી. 8 સૂર્ય ઉદય પામતી વખતે યુદ્ધ કરી રાક્ષસોને જીતે છે. 9 સૂર્યના પારિપાર્ષિક દે. 10 એક, ત્રણ, પાંચ વિગેરે એકી રાશિ. 11 દેશ, પરિવાર વિગેરે. 12 લક્ષ્મીની શ્રેણ. 13 પૃથ્વીવલય. 14 કમળની શ્રેણિને. 15 પોયણુ-રાત્રિવિકાસી કમળ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust