________________ (554) જયાનંદ કેવળી ચરિત્ર. માગના ભયને નાશ કરનાર સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે શ્રીજય રાજર્ષિ ગુરૂની વાણીવડે શ્રીવિજય મહર્ષિની સાથે રહી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા. પછી અનુક્રમે ગુણના નિધાનરૂપ શ્રીગુરૂમહારાજને, પિતા મહર્ષિને, કાકા રાજર્ષિને તથા તેમના પરિવારમાં રહેલા બીજા મુનિઓને વંદના કરી અત્યંત આનંદથી તેમની રજા માગી અંતઃકરણમાં હર્ષ પામતા શ્રી જયાનંદ રાજા પરિવાર સહિત પોતાના મહેલમાં ગયા. - શ્રી જયાનંદ રાજા દક્ષિણાઈ ભરતના ત્રણ ખંડના અખંડ સામ્રાજયનું પિતાના આત્માની જેમ પાલન કરતા હતા, સર્વ જનને હિતકારક એવા ઉપાયવડે પ્રજાઓનું પિતાના પુત્રની જેમ લાલન પાલન કરતા હતા, સર્વે અન્યાયને રેગની જેમ અન્યાયના માર્ગમાંથી જ નાશ પમાડતા હતા, અને સર્વ ન્યાયને લતાઓની જેમ ચોતરફથી વૃદ્ધિ પમાડતા હતા. રાજર્ષિ કાકાનાં અને પિતાનાં મનહર ચરિત્રનું વારંવાર સ્મરણ કરી ઉદાર આત્માવાળા તે રાજ પુણ્યકાર્યના ઉદ્યમવડે અત્યંત શોભતા હતા. પ્રધાન તરવને જાણનારા તે રાજા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણે વર્ગને યોગ્ય રીતે સેવતા હતા તથા સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણને વિષે યથાયોગ્ય પ્રવૃત્તિ કરતા હતા. કહ્યું છે કે—“જે પુણ્યવંત પ્રાણ ધર્મ, અર્થ અને કામને વિષે પરસ્પર બાધા ન થાય તેવી રીતે યથાયોગ્ય પ્રવર્તતા હોય છે તે પ્રાણીના બને ભવ શુભકારક થાય છે.” તે ત્રિવર્ગના યથાયોગ્ય સેવનથી તે રાજાને સાંસારિક સુખરૂપ વૃક્ષ ફળ આપવાની સન્મુખ થયે, તેથી તે પુત્રપૌત્રાદિક સંતતિના સમૂહવડે અત્યંત વૃદ્ધિ પામ્યા. તેને લાખો પુત્ર થયા. તે સર્વે ચતુર, પવિત્ર, નવી જુવાનીવાળા, સત્ય પ્રતિજ્ઞાવાળા, સર્વ શાસ્ત્રો ભણેલા, સર્વ કળાઓને જાણનારા, ધીર જમાં શ્રેષ્ઠ, ધનુષધારી, બુદ્ધિમાન, મોટા આશયવાળા, સદ્ગુણને ધારણ કરનારા, ઉત્તમ આચારને પાળનારા, દેદીપ્યમાન આકૃતિવાળા, રેગ રહિત, લેકોને પ્રીતિ ઉપજાવનારા, પિતાની સ્ત્રી સાથે જ સુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust