________________ ચિદમ સગે... . (553) શ્રી જયાનંદરાજા અત્યંત હર્ષિત થયા, તેથી તત્કાળ તેને સારી રીતે પારિતોષિક આપી અત્યંત સંતુષ્ટ કર્યો. પછી તે રાજાએ નગરમાં ચોતરફ સર્વ જનોને અને પોતાની અંતઃપુરની સ્ત્રીઓ વિગેરે સર્વેને હર્ષથી શ્રીગુરૂનું આગમન જણાવ્યું. અને તેઓ ત્યાંથીજ તત્કાળ પ્રતિબોધ પામેલા પોતાના કાકા શ્રી જય તાપસને આગળ કરી, સાથે આવેલા સર્વ જનો સહિત સમગ્ર સૈન્ય અને સર્વ સમૃદ્ધિની શોભાના સમૂહવડે દેદીપ્યમાન જાણે દેવેંદ્ર હોય એમ શોભતા છતા ચંપક ઉદ્યાનમાં આવ્યા. દૂરથી ગુરૂનું દર્શન થતાં જ તેમણે વિધિથી ગુરૂને ફિટ્ટાવંદના કરી, પાંચ પ્રકારના અભિગમ સારી રીતે જાળવ્યા. પછી ગુરૂની સમીપે આવી તેમને ત્રણ પ્રદક્ષિણા કરી અસ્તાઘ (ઘણા) ગુણવાળા શ્રી ગુરૂને, તેમના પરિવારના મુનિઓને અને શ્રી વિજય રાજર્ષિ વિગેરેને વિધિપૂર્વક વંદના કરી. પછી સંસારના અપાર પાપને પાર પમાડે તેવી ગુરૂની સ્તુતિ કરીને તે પૃથ્વીંદ્ર યોગ્ય સ્થાને આસન વિના પૃથ્વી પર જ બેઠા. એટલે શ્રીગુરૂ મહારાજે ધર્મલાભની આશીષવડે તે રાજાને તેના કાકાને અને બીજા સર્વ પરિવારને હૃદયમાં આનંદ પમાડ્યો. પછી શ્રીગુરૂએ પિતાની ધર્મદેશનાની વાણીના સારભૂત અમૃતના વરસાદવડે આગળ રહેલા વૃક્ષોની જેમ તે રાજાદિક સર્વને ઉત્પન્ન થતા પુણ્યરૂપી નવપલવવડે વિકસ્વર કર્યા. તે વખતે મનેહર, શાંત અને સર્વ રસવાળી તેમની દેશનાને હદયવડે આલિંગન કરી કયા મનુષ્ય મહા આનંદનું સુખ પ્રાપ્ત ન કર્યું? તેમની દેશના સાંભળી ઘણા ભવ્ય પ્રાણ પ્રતિબંધ પામ્યા, એટલે ત્યાંજ કેટલાકે હર્ષથી પોતપોતાના કર્મની લઘુતા પ્રમાણે મેટા ભાવપૂર્વક સમકિત સહિત બાર વ્રત અંગીકાર કર્યા, કેટલાકે મહાવ્રત ગ્રહણ કર્યા, અને કેટલાકે સમકિતનેજ આદર કર્યો. તે ગુરૂમહારાજની ધર્મ દેશનાથી પહેલેથી જ પ્રતિબોધ પામેલા શ્રીજય રાજર્ષિ શ્રીજેનદીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા અને તેમણે દઢ વૈરાગ્યના રંગવડે પિતાના ભત્રીજા શ્રી જયાનંદ રાજાએ કરેલા મહોત્સવ પૂર્વક સંસાર 70 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust