________________ ચૌદમા સર્ગ. - (પપ૧) અન્ય મતમાં તે છેજ નહીં. તે શાસ્ત્ર આધેય હોવાથી આધાર વિના રહી શકે નહીં, તેથી સમ્યક્ પ્રકારે સક્રિયા કરનાર ગુરૂ જ ઉત્કૃષ્ટ ચગવાળા કૃતના આધારરૂપ છે. ત્રણ જગતને વિષે જિનેશ્વરના આગમ વિના બીજું કાંઈપણું સારભૂત નથી; કેમકે તેમાંજ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વનું તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનું તાત્વિક સ્વરૂપ સમાયેલું છે. અન્ય શાસ્ત્રને વિષે તેમાંનું કાંઈ પણ નથી. સંપૂર્ણ ભાવપૂર્વક તે દેવાદિક ત્રણનો અને જ્ઞાનાદિક ત્રણનો લાભ થાય ત્યારે જ જીવ કેવળજ્ઞાનરૂપ સંપત્તિને પામે છે. યોગનું સ્વરૂપ દયાજ છે, રોગનું તત્ત્વ દયાજ છે, અને ગમાર્ગને પ્રકાશ કરનાર પણ દયા જ છે. આ પ્રમાણે જ તત્ત્વજ્ઞાની પુરૂષ ચાગનું સ્વરૂપે પ્રગટ કરે છે. સમ્યફ પ્રકારની દયા વિના મુંડનમાત્ર કરાવવાથી કાંઈ આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી, મન ધારણ કરવાથી પણ સિદ્ધિ થતી નથી, નગ્ન રહેવાથી સિદ્ધિ થતી નથી, તેજ પ્રમાણે વલ્કલ પહેરવાથી, માથે જટા ધારણ કરવાથી, શરીરે ભસ્મ ચોળવાથી, અગ્નિહોત્રાદિક કરવાથી, કંદ મૂળ અને ફળને આહાર કરવાથી, ઉપવાસાદિક અનશન તપ કરવાથી, મૃગાદિકના ચમ ધારણ કરવાથી, બીજા પ્રચંડ સાહસ કરવાથી, ધ્યાન ધરવાથી, જપ કરવાથી, નિયમ પાળવાથી, વેદ ભણવાથી, આગમ ભણવાથી, યજ્ઞ વિગેરે કરવાથી, દેવપૂજાદિક કરવાથી, આતાપનાદિક કલેશ સહન કરવાથી, એકાદશી વિગેરેનું વ્રત કરવાથી, ઉત્કટ વિદ્યાઓનું સાધન કરવાથી, પૃથ્વી પર શયન કરવાથી, સંન્યાસપણું ગ્રહણ કરવાથી, સાધુપણું અંગીકાર કરવાથી, બૈદ્ધાદિકની દીક્ષા લેવાથી, ભિક્ષાટનાદિક કરવાથી, કે પહ્માદિક આસને સાધવાથી આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી. પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–દયારૂપી મહાનદીને કાંઠે સર્વ ધર્મરૂપી તૃણના અંકુરાઓ રહેલા છે, માટે જે તે નદી સુકાઈ જાય છે તે અંકુરા ક્યાં સુધી પૃથ્વી પર રહી શકે ? " તેથી કરીને હે તાત! એક દયાનું જ સમ્યક પ્રકારે પાલન કરે. આ પંચાગ્નિ તપને વિષે તો દયાને લેશ પણ જણાતું નથી, કેમકે પહેલા અગ્નિકુંડમાં જે મેટું લાકડું છે, તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust